________________
W
ONNEMANDU
-
-
-
-
AN
-
-
પ્રત્યાખ્યાન કષાયોના ક્ષયોપશમાદિથી અવિરતિ દૂર થાય છે.
સંજ્વલન કષાયોના ક્ષયોપશમાદિથી પ્રમાદ દૂર થાય છે. પ્રમાદ થવો એ કષાય છે. તેથી કષાયનો અલગ નિર્દેશ અહીં કર્યો નથી. જ્યાં પાંચ હેતુ દર્શાવ્યા છે ત્યાં કષાયની પ્રધાનતા દર્શાવવા માટે કથન કરેલું છે. કારણ કે કષાયોના કારણે જીવ પાપ પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. ત્યારે તેમાં પ્રમાદ પણ હોય છે.
આથી અત્રે બંધ હેતુઓના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ પાંચ પ્રકારો જણાવ્યા છે.
વાસ્તવિકપણે બંધના તથા આમ્રવનાં કારણો કષાય અને યોગ છે. અભ્યાસની વિશદતા અને સરળતા માટે અહીં બંધનાં પાંચ કારણો ગુણસ્થાનકના વિકાસની દૃષ્ટિએ છે અને આશ્રવમાં જણાવેલા અન્ય પ્રકારો આશ્રવની ભયંકરતા માટે છે.
(૧) મિથ્યાત્વ : મિથ્યાદર્શન – વિપરીત દૃષ્ટિ કે માન્યતા ૧. વસ્તુના યથાર્થ શ્રદ્ધાનનો અભાવ, તત્ત્વાદિમાં શ્રદ્ધા ન થાય. ૨. વસ્તુનું અયથાર્થ શ્રદ્ધાન. શ્રદ્ધા હોય પણ વિપરીત હોય. આવા મિથ્યાત્વના સામાન્યપણે પાંચ ભેદ છે.
૧. આભિગ્રહિક, ૨. અનાભિગ્રહિક, ૩. અભિનિવેશિક, ૪. સાંશયિક, ૫. અનાભોગિક.
૧. આભિગ્રહિક : વિચાર – અભિપ્રાયનો આગ્રહ, પકડ. કોઈ એક અભિપ્રાય કે દૃષ્ટિનો આગ્રહ વિપરીત સમજવો. કોઈ એક દર્શન-દૃષ્ટિનો આગ્રહ હોવાથી જીવમાં યથાર્થ તત્ત્વ પ્રત્યે અશ્રદ્ધાન. વિપરીત સમજથી અન્ય દર્શનમાં થયેલો આગ્રહ છે. - ૨. અનાભિગ્રહિક : અભિપ્રાય કે દૃષ્ટિના આગ્રહ રહિત જેમાં વિચારદશાની અલ્પતાને કારણે તત્ત્વની યથાર્થ શ્રદ્ધા પણ નહિ અને અતત્ત્વનું શ્રદ્ધાન પણ નથી. અર્થાત્ સર્વ દર્શન, સર્વ ધર્મ સરખાં છે તેવી માન્યતા. ૩. અભિનિવેશિક : અભિપ્રાય કે દૃષ્ટિમાં એકાંતે કદાગ્રહ.
અધ્યાય : ૮ • સૂત્ર : ૧ ૪ ૨૬૧
-
-
-
-
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org