________________
આઠમો અધ્યાય
मिथ्यादर्शनाऽविरति -प्रमाद - कषाय- योगा बन्धहेतवः ૮-૧ મિથ્યાદર્શન-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગા બંઘહેતવઃ ૮-૧ મિથ્યાદર્શન-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગા બંધહેતવઃ ૮-૧
મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમદા, કષાય અને યોગ એ પાંચ કર્મ બંધના હેતુઓ – કારણો છે.
બંધ : આત્મપ્રદેશોની સાથે કાર્યણવર્ગણાના પુદ્ગલોનો ક્ષીરનીરની જેમ એકમેક જેવો સંબંધ થવો.
૧. કર્મબંધના હેતુઓમાં સૂત્રકારોએ પરંપરાગત અલગ અલગ નિરૂપણ કર્યું છે. કોઈ સ્થાને કષાય અને યોગ બે જ બંધના હેતુઓ કહ્યા છે. કારણ કે કર્મબંધમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ ચારનું નિર્માણ થાય છે. તેમાં સ્થિતિ અને રસનું નિર્માણ કષાય દ્વારા થાય છે અને પ્રકૃતિ તથા પ્રદેશનું નિર્માણ યોગ દ્વારા થાય છે. આથી અહીં કષાય અને યોગ બે હેતુઓ કહ્યા છે.
૨. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ ગુણસ્થાનોમાં બંધાતી કર્મપ્રકૃતિઓ અનુસાર અને પ્રકૃતિના ક્ષયાદિના પ્રકારે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર હેતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. મિથ્યાત્વના ક્ષયાદિથી સમ્યક્ત્વ – ચોથું ગુણસ્થાન. અવિરતિના ક્ષયાદિથી દેશવિરતિ – પાંચમું ગુણસ્થાન. પ્રત્યાખ્યાની કષાયના અભાવથી સર્વવિરતિ – છઠ્ઠું ગુણસ્થાન. સંજ્વલન કષાયના અભાવથી – બારમું ગુણસ્થાન. યોગના અભાવથી ચૌદમું ગુણસ્થાન પ્રગટે છે.
મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેનો કષાયમાં સમાવેશ થાય છે. મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયનું કાર્ય છે. આથી તેના ક્ષયોપશમાદિથી મિથ્યાત્વનો અભાવ થાય છે. અપ્રત્યાખ્યાની અને
૨૬૦ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org