________________
*
સમ્યગ્દર્શનાદિ પરિણામ મોક્ષનું નિમિત્ત બને છે.
આસવમાં પ્રથમ હિંસાદિ પાપને આસવના કારણ ન બતાવતા મિથ્યાત્વાદિ બતાવ્યા છે. કારણ કે મિથ્યાત્વ દોષ ટળતા જીવમાં પાપપ્રવૃત્તિ ઘટે છે, અને દેર્શાવરતિ ગુણસ્થાનકે તો વ્રતાદિ જેવા સંયમમાં જીવ સહજપણે ટકે છે. પરવસ્તુના ત્યાગરૂપ સંયમ એ વ્યવહાર કથન છે. પરંતુ પરપદાર્થનો રાગ છૂટી જવો તે સાચો સંયમ છે. ધન સ્ત્રી કે દેહ પ્રત્યેનો રાગભાવ છૂટવો તે સંયમ છે.
ટૂંકમાં રાગાદિ ભાવનું એકત્વ છૂટવું તે ધર્મરૂપ છે. વિતરાગ પરિણતિ દ્વારા સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે, તેનું નિર્મળત્વ શુદ્ધ ચારિત્રને પ્રગટ કરે છે. માટે હે જીવો ! નિશ્ચયથી રત્નત્રયની પ્રાપ્તિ માટે આ જન્મને યોજવો હિતાવહ છે.
રાગ દ્વેષ અને અજ્ઞાન એ કર્મબંધ થવાના દોષત્રય છે, જ્યારે રત્નત્રય દોષમુક્તિનું સાધન છે. જોકે કર્મ જડ છે, પરંતુ આત્મપ્રદેશોના સંયોગમાં આવીને, પોતે પોતામાં પરિણમન કરે છે, છતાં આત્મામાં વેદકઅનુભવ નામનો ગુણ હોવાથી, કર્મના પરિણમનનો અનુભવ પોતે કરે છે.
કાર્યણવર્ગણા સૂક્ષ્મ છે, તેથી ચક્ષુગોચર નથી પરંતુ અનુભવગમ્ય છે. જેમકે જ્ઞાનસ્વરૂપનું અપ્રગટ રહેવું. અસાતાનો અનુભવ કરવો, રાગાદિથી મુંઝાવું તે મોહનીય, અંતરાયનો અનુભવ થવો, આમ કર્મોનો ઉદય અનુભવમાં આવે છે.
અજ્ઞાનવશ જીવ પ્રાપ્ત સંયોગોમાં રાગ દ્વેષ કરે છે, આ દોષત્રય મહાભૂંડા છે, તેની સામે રત્નત્રયને પ્રગટ કરે, તો તે દોષત્રય તમને છોડી દેશે, આવા મહાન કર્તવ્યનો આ યોગ મળ્યો છે. તે દ્વારા .
કાર્યસિધ્ધિ કરીને અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવું.
Jain Education International
અધ્યાય : ૭
તત્ત્વદોહન ૪ ૨૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org