________________
ન
જ
જન
જા
જા
-
wwwwwwwwwwwwwwwwwwwwwwww
અનારકાવાસાકર ના
છતાં કર્મના ક્ષયનું સાધન હોવાથી તે ધર્મરૂપ છે.
સાધક જ્યારે સ્વરૂપમાં સ્થિર નથી રહતો ત્યારે ભક્તિ, સ્વાધ્યાય, આવશ્યક ક્રિયા દ્વારા રાગાદિ કષાયોને દૂર કરવા પ્રયત્ન કરે છે, છતાં શુદ્ધ ભાવમાં ન ટકાય ત્યારે શુભભાવમાં ટકે છે, અને અશુભભાવ ટળે છે.
વળી વતીને નિઃશલ્યો વ્રતી કહ્યું છે. શલ્ય એટલે દોષ, મૂખ્ય દોષ મિથ્યાત્વનો છે, મિથ્યાત્વ ટળતા જીવ સમ્યક્ત્વ પામે છે, ત્યાર પછી અનુક્રમે વ્રતાદિમાં યથાર્થપણે પ્રવૃત્ત થાય છે. તે અનુક્રમે દેશ વિરતિ અને સર્વવિરતિરૂપ છે. છતાં કષાયરહિતપણું એ શુદ્ધ ચારિત્ર છે.
અવ્રત પાપબંધનું કારણ છે, વ્રત એ પુણ્યબંધનું કારણ છે. રાગદ્વેષ રહિત નિષ્કષાયભાવ તે નિર્જરાનું કારણ છે, તે મોક્ષને માટે પ્રયોજનભૂત છે.
સમ્યગુદૃષ્ટિવંતની દૃઢતા નિષ્કષાયની મુખ્યતમાં છે. મિથ્યાદૃષ્ટિને વ્રતાદિ હોવા છતાં નિષ્કષાયની મુખ્યતા ન હોવાથી તે મોક્ષને પ્રયોજનભૂત થતાં નથી. શુભાસવ સુધી પહોંચે છે, તે પુણ્યબંધનું જ કારણ રહે છે. સમ્યગદૃષ્ટિ હો કે મિથ્યાદૃષ્ટિ હો જ્યાં રાગાદિ છે ત્યાં બંધ છે, કેવળ શુદ્ધ ઉપયોગવંત આત્માન મોક્ષમાર્ગને અનુસરે છે, તેનું કારણ સમ્યગદર્શન છે. માટે ગ્રંથકારે પ્રારંભથી જ સમ્યગદર્શનની મુખ્યતા દર્શાવી છે.
સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી જીવનું જ્ઞાન પણ સમ્યપણે પરિણમે છે. આથી તે જીવોની ધારા કેવળ ઔદયિક ભાવે કર્મધારા ન રહેતા સાથે જ્ઞાનધારા પણ ઝબકતી રહે છે. જ્ઞાનધારાનું કાર્ય કર્મધારાથી જીવનું એકત્વ તોડવાનું છે. જ્ઞાન, જ્ઞાન સ્વરૂપે કાર્યશીલ રહે છે ત્યારે કર્મનો નાશ થતો રહે છે.
સમ્યગુદૃષ્ટિવંતના વ્રતાદિ શુભ ક્રિયારૂપ હોવા છતાં તે શુદ્ધના લક્ષવાળા હોવાથી નિર્જરાનું કારણ બને છે. અર્થાત “જ્ઞાન ક્રિયાભ્યાં મુક્તિ છે. કથંચિત શુભકર્મનો બંધ થાય તો પણ તે ઉત્તરોત્તર ઉપકારક બને છે. અર્થાત્ શુભભાવ પુણ્યબંધનું નિમિત્ત બને છે, પરંતુ
૨૫૮ જે તત્ત્વમીમાંસા
WMNAMO Mersawwar
-
-
-
-
-
-
-
- -
-
- -
- - - -
-
-
- -
જનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org