________________
ભાવ છે.
(૪) પાત્ર ઃ સમ્યગ્દર્શન આદિ ગુણોથી યુક્ત સર્વવિરતિધર સાધુઓ અને દેશવિરતિધર શ્રાવકો વગેરે.
જેટલા અંશે વિધિ આદિ બરોબર હોય તેટલા અંશે દાનથી અધિક લાભ. જેટલા અંશે વિધિ આદિમાં ન્યૂનતા હોય તેટલા અંશે ઓછો
લાભ.
તત્ત્વદોહન
અધ્યાય છઠ્ઠામાં આસ્રવનું નિરૂપણ કર્યું. તેમાં આસવના કારણરૂપ મિથ્યાત્વ અવિરતિ આદિ દર્શાવ્યા હતા. વળી સાતાવેદનીય કર્મના આસવમાં વ્રતીનું કથન છે, તેમાં વ્રત પાળનાર તે વ્રતી છે. વ્રતી સાધુ અને શ્રાવક બંને હોય છે. સાતમા અધ્યાયમાં વ્રતના અતિચારો આસવરૂપ છે તે જણાવી વ્રતના અતિચારોનું જ્ઞાન થવા માટે વ્રતોનું પણ જ્ઞાન આ અધ્યાયમાં કરાવ્યું છે.
2
=
જીવની ચારે ગતિના પરિભ્રમણનું મૂળ કારણ સાત તત્ત્વોમાં આમ્રવને કહ્યોછે. જેના દ્વારા આત્મપ્રદેશો સાથે કાર્મણ વર્ગણાનો પ્રવેશ થાય છે. પછીની કાર્યવાહી બંધતત્ત્વ સંભાળે છે. આસવ આમતો બંધરૂપ જ છે, છતાં જેમ ઘરમાં મહેમાનનું આવવું અને આવ્યા પછી રહેવું જેવી આ રચના છે. આસ્રવ = આવવું. બંધ એકમેક થવું. આસ્રવથી અટકવું એટલે પાપથી અટકવું. પાપથી અટકવા માટે વ્રતાદિ સાધન છે. વાસ્તવમાં રાગ દ્વેષરૂપ કષાય એ બંધનું કારણ છે. કષાય એ આસ્રવનો જ પ્રકાર છે. પાપથી અટકવું એ બહારની હિંસાદિ પાપ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવા માટે છે, અને રાગદ્વેષ ત્યજવા તે માટે પાપ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને સમ્યક્ પ્રવૃત્તિ કરવાનો હેતુ છે.
સમ્યક્ પ્રવૃત્તિ એટલે મન વચન અને કાયાના યોગને આત્માર્થે યોજવા જેથી ઉપયોગ પરિણામ પણ સમ્યપણે ટકે, અને તેથી રાગદ્વેષ નાશ પામે. આથી ગ્રંથકારે મનુષ્યનેસાધકને સરળ ઉપાય તરીકે
૨૫૬ ૭ તત્ત્વમીમાંસા
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org