________________
અનાયાસે થઈ જતો ઉપકાર. આનુષંગિક ઉપકારના બે ભેદ છે. (૧) આ લોક સંબંધી અને (૨) પરલોક સંબંધી. સંતોષ, વૈભવ આદિની પ્રાપ્તિ એ આલોક સંબંધી આનુષંગિક સ્વ-ઉપકાર છે. અર્થાત્ દાનથી દાન કરનારના આત્મામાં સંતોષગુણ આવે. સંતોષની સાથે ઉદારતા આદિ ઘણા ગુણો આવે. તથા રાગાદિ દોષો ઘટી જાય તેવા પ્રકારના વિશિષ્ટ પુણ્યના ઉદયથી બાહ્ય વૈભવની પણ પ્રાપ્તિ થાય. પરલોકમાં વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી આનુષંગિક સ્વ-ઉપકાર છે.
એ પ્રમાણે પર ઉપકાર પણ પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. કર્મ નિર્જરાથી આત્માની સંસારથી મુક્તિ એ પ્રધાન પરઉપકાર છે. આનુષંગિક પર ઉપકાર આ લોક સંબંધી અને પરલોક સંબંધી એમ બે પ્રકારે છે. સંયમનું પાલન કે મોક્ષ માર્ગની આરાધના એ આ લોકસંબંધી પર ઉપકાર છે. વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી પર ઉપકાર છે.
विधि- द्रव्यं-दातृ-पात्रविशेषाच्च तद्विशेषः વિધિ-દ્રવ્ય-દાતૃ-પાત્રવિશેષાચ્ચ તવિશેષઃ વિધિ-દ્રવ્ય-દાતૃ-પાત્રવિશેષાચ્ચ તવિશેષઃ
વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશેષતાથી દાનધર્મમાં (અર્થાત્ ફળમાં) તફાવત પડે છે.
(દાનધર્મની વિશેષતાથી તેના ફળમાં પણ વિશેષતા (તફાવત) આવે છે.)
(૧) વિધિ : દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમપૂર્વક કલ્પનીય વસ્તુ આપવી વગેરે વિધિ છે.
૭-૩૪
૭-૩૪
૭-૩૪
(૨) દ્રવ્ય : અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આદિ શ્રેષ્ઠ દ્રવ્યોનું દાન કરવું જોઈએ.
(૩) દાતાઃ દાતા પ્રસનનચિત્ત, આદર, હર્ષ, શુભાશય એ ચાર
૨૫૪ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org