________________
મ
ગર્ભ-સાર વાપરે છે. આ દૃષ્ટિએ વ્રતનો ભંગ નથી. પણ વ્રતનું ધ્યેય (જીવરક્ષા) સચવાતું નથી. એથી પરમાર્થથી તો વ્રતભંગ છે. આમ અહીં આંશિક વ્રતભંગ અને આંશિક વ્રતપાલન હોવાથી અતિચાર લાગે છે.
(૩) સચિત્ત સંમિશ્ર આહાર : થોડો ભાગ સચિત્ત અને થોડો ભાગ અચિત્ત હોય તેવો આહાર કરવો. દા. ત. તલ, ખસખસ આદિથી યુક્ત મોદક આદિનો આહાર કરવો.
(૪) અભિષવ-આહાર : મઘ આદિ માદક આહાર કરવો. અથવા કીડી, કંથુ આદિ સૂક્ષ્મ જીવોથી યુક્ત ખોરાકનો આહાર કરવો.
(૫) દુષ્પકવ-આહારઃ બરોબર ન રંધાવાથી કંઈક પક્વ અને કંઈક અપક્વ કાકડી વગેરેનો આહાર કરવો.
ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં અહીં બતાવેલા છેલ્લા ત્રણ અતિચારોના સ્થાને અપકવૌષધિ – ભક્ષણતા, દુષ્પક્વૌષધઈ – ભક્ષણતા અને તુચ્છૌષધિ – ભણતા ત્રણ અતિચારોનો ઉલ્લેખ છે. (૧) અપક્વૌષધિભ: રાંધ્યા વિનાનો આહાર લેવો. દા. ત. સચિત્ત કણવાળા લોટને અચિત્ત સમજીને વાપરે. (૨) દુપટ્વૌષધિભ : આનો અર્થ આ ગ્રંથમાં આવેલ દુષ્પક્વ આહાર અતિચારના પ્રમાણે છે. (૩) તુચ્છષધિભ: જેનાથી તૃપ્તિ ન થાય તેવી પાપડ, બોર વગેરે વસ્તુ વાપરવી.
પ્રશ્ન: તુચ્છ ઔષધિ (જેનાથી તૃપ્તિ ન થાય તેવી વસ્તુઓ) જો સચિત્ત વાપરે છે તો તેનો સમાવેશ સચિત્ત આહાર નામના પ્રથમ અતિચારમાં થઈ જાય છે. હવે જો અચિત્ત વાપરે છે તો અતિચાર જ ન ગણાય.
ઉત્તર : વાત સત્ય છે. પણ અચિત્ત વાપરવામાં વ્રતના ધ્યેયનું પાલનન થવાથી પરમાર્થથી વ્રતની વિરાધના થાય છે. જે આરાધક સાવઘથી – પાપથી બહુ ડરતો હોય અને લોલુપતાને ઓછી કરી હોય તે શ્રાવક સચિત્તનું પ્રત્યાખ્યાન કરે છે. જેનાથી તૃપ્તિ ન થતી હોય તેવી વસ્તુ વાપરવામાં લોલુપતા કારણ છે. કારણ કે તેનાથી શરીરને પુષ્ટિ મળતી નથી. આથી શ્રાવક જો આવી વસ્તુઓ વાપરે તો તેનામાં લોલુપતા અધિક છે એ સિદ્ધ થાય છે. આમાં શરીરને લાભ થતો નથી
અધ્યાય ઃ ૭ • સૂત્રઃ ૩૦ જ ર૫૧
M
WOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org