________________
વિના અને ચરવાળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના વસ્તુ લેવી અને મૂકવી. (૩) અપ્રત્ય. અપ્રમા. સંસ્તારોપક્રમણ : સંસ્તાર એટલે સંથારો, આસન વગેરે સૂવાનાં અને પાથરવાનાં સાધનો. ઉપક્રમણ એટલે પાથરવું. દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવાળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્ષ્યા વિના સંથારો, આસન વગેરે પાથરવું. (૪) અનાદર : પૌષધમાં ઉત્સાહ ન રાખવો. જેમ તેમ અનાદરથી પૌષધ પૂર્ણ કરવો. (૫) સ્મૃત્યનુપસ્થાન ઃ પોતે પૌષધમાં છે તે ભૂલી જવું. પૌષધની વિધિઓ યાદ ન રાખવી વગેરે.
અગ્યારમાં ભોગ ઉપભોગ વ્રતના અતિચાર
सचित्तसंबंद्ध-संमिश्राऽभिषवदुष्पक्वाहाराः સચિત્તસંબધ્ધ-સંમિશ્રાઽભિષવ-દુષ્પવાહારાઃ સચિત્તસંબધ્ધ-સંમિશ્રાઽભિષવ-દુષ્પવાહારઃ
સચિત્ત આહાર, સચિત્ત સંબદ્ધ આહાર, સચિત્તસંમિશ્ર આહાર, અભિષવ આહાર અને દુષ્પવ આહાર એ પાંચ ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રતના અતિચારો છે.
આ અતિચારો જેને સચિત્ત આહારનો ત્યાગ છે તેના માટે છે. (૧) સચિત્ત આહાર : સચિત્ત (દાડમ આદિ) ફળ આદિનો ઉપયોગ કરવો. અહીં સચિત્તનો ત્યાગ હોવાથી અનાભોગ આદિથી સચિત્ત આહાર વાપરે તો અતિચાર. પણ જો જાણી જોઈને વાપરે તો વ્રતભંગ થાય.
૧. સચિત્તનો ત્યાગ છે એમ ખ્યાલમાં ન રહેવું. અથવા આ વસ્તુ સચિત્ત છે એમ ખ્યાલમાંરહેવું...
૭-૩૦
૭-૩૦
૭-૩૦
(૨) ચિત્ત સંબદ્ધ આહાર : ઠળિયા, ગોટલી આદિ સચિત્ત બીજ યુક્ત બોર,કેરી વગેરે આહાર વાપરવો, અહીં ઠળિયા, ગોટલી આદિ છોડી દે છે મોંમાંથી બહાર કાઢી નાખે છે. માત્ર ફળનો અચિત્ત
૨૫૦ ૪ તત્ત્વમીમાંસા
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org