________________
------
---
-
લેવી, પોતે ચોરી કરતો નથી પણ તે વસ્તુ લેવાથી ચોરને પ્રોત્સાહન મળે છે. તેથી વ્રતભંગ થાય છે.
૩. વિરુદ્ધ રાજ્યાતિક્રમ : નિષિદ્ધ રાજ્યમાં પ્રવેશ કરવો. અંકુશિત માલની લેવડદેવડ કરવી અને કાયદાનું ઉલ્લંઘન કરવું.
૪. હીનાધિક માનોન્માન : નાના મોટા માપ રાખી લેવડ દેવડ કરીને ગેરલાભ ઉઠાવે, તો વ્રતભંગ થાય.
૫. પ્રતિક રૂપક વ્યવહાર ઃ અસલને બદલે નકલી વસ્તુ આપવી. ઉપરના સર્વ પ્રકારો પોતે કરે કે પરંપરાએ કરાવે તો પણ આંશિક વૃતભંગ થાય છે.
ચોથા વ્રતના અતિચારો परविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमनाऽनङ्गक्रीडा-तीव्रकामाभिनिवेशाः
૭-૨૩ પરવિવાહકરણેત્રપરિગૃહીતાપરિગૃહીતાગમના નિંગક્રીડા-તીવ્રકામાભિનિવેશાઃ
૭-૨૩ પરાવિવાહકરણ-ઈવરપરિગૃહીત-અપરિગૃહીતાગમન અનંગક્રીડા-તીવ્રકામ-અભિનિવેશઃ
૭-૨૩ પરવિવાહ, કરણ, ઇત્વરપરગૃહીતાગમન, અપરગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્ર કામાભિનિવેશ એ પાંચ બ્રહ્મચર્ય વ્રતના અતિચારો છે.
બારવ્રત એ ગૃહસ્થજીવનની સાધના છે. સાધક અવસ્થામાં સંયમ રાખવા માટે સામાન્ય વ્યવહારિક ધર્મોનો ત્યાગ કરવો પડે છે. કથંચિત પરોપકારવૃત્તિથી કંઈ પણ કરવું પડે તો પણ તેમાં અનુરંજિત થવું નહિ કે આ કાર્ય મેં કર્યું છે. ઉદાસીનભાવે કરી છૂટવું. પોતાના પરિવાર માટે કરવું અને અન્ય માટે ન કરવું તે સ્વાર્થ નથી. પણ સંક્ષેપ કરવા માટે શક્ય તેટલો ત્યાગ કરવો, જેથી વિકલ્પ અને વિકારોથી દૂર રહી
અધ્યાય : ૭ • સૂત્ર : ૨૩ જ ૨૪૩
DOODOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org