________________
૩. વિચિકિત્સા : અનિર્ણયાત્મ બુદ્ધિ, અસ્થિરતા. ધર્મ ફળની
શંકા
ધર્મારાધના કરતો સાધક મનમાં ધર્મના મતભેદ કે કોઈનો વિચારભેદ જોઈ મતિઅલ્પતાને કારણે દ્વિધામાં પડી જાય કે આ ધર્મારાધનથી મને લાભ થશે કે નહિ. આવી બુદ્ધિની અસ્થિરતા સાધકને તત્ત્વ પર કે ધર્મના ફળ ઉપર અશ્રદ્ધા કરાવે તેથી તે વિચિકિત્સા અતિચાર છે.
(શંકામાં ધર્મની શંકા થાય. વિચિકિત્સામાં ધર્મફળની શંકા થાય) વિચિકિત્સાનો બીજો અર્થ તિરસ્કારવૃત્તિ, જુગુપ્સા છે. સાધુ સાધ્વીજનોનાં મલિન વસ્ત્રાદિ જોઈ તે પ્રત્યે તિરસ્કારભાવ આવે, સૂગ લાવે તો મહાવ્રતના આચાર પ્રત્યેનો અભાવ થવાનો દોષ આવે.
૪. અન્યદૃષ્ટિ પ્રશંસા ઃ અન્યદૃષ્ટિ એટલે જેમની તત્ત્વરૂપ દૃષ્ટિ ખોટી હોય છતાં તેમના બાહ્યનિમિત્તોના આકર્ષણથી પ્રશંસા કરવી જેમકે, જૈનદર્શન કરતાં અન્યદર્શનમાં વિશેષતા છે, આવી પ્રશંસા કરવામાં પોતાના દર્શનમાં અશ્રદ્ધા થવાનો સંભવ છે. તેથી તે અતિચાર છે. ૫. અન્યદૃષ્ટિ સંસ્તવ ઃ જેનું દર્શન ભ્રાંત કે ખોટું છે તેવી વ્યક્તિઓના બાહ્યાચારમાં ગુણો હોય છે. આવા ગુણોથી આકર્ષાઈને, સત્યને સમજ્યા વગર તે વ્યક્તિઓનો પરિચય કરે, પ્રશંસા કરે, તો સાધકમાં હજી પરિપક્વતા ન હોવાને કારણે અતિપરિચય થવાથી મૂળ ધર્મ કે વ્રતોને છોડી દે તેવો ભય છે. તેથી અતિયાર થવા સંભવ છે.
મધ્યસ્થભાવે સાધક ગુણને ગુણ સમજે, દોષને દોષ સમજે તો પ્રશંસા એકાંતે હાનિકારક નથી.
આ અતિચારોથી સાધુ-શ્રાવક બંનેને સાવધાન રહેવાનું છે, કારણ કે સમ્યક્ત્વ બંને માટે સામાન્ય ધર્મ છે.
व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् વ્રતશીલેષુ પંચ પંચ યથાક્રમમ્ વ્રતશીલેષુ પંચ પંચયથાક્રમમ્
Jain Education International
અધ્યાય : ૭
·
સૂત્ર ઃ ૧૯ ૪ ૨૩૯
For Private & Personal Use Only
૭-૧૯
૭-૧૯
૭-૧૯
www.jainelibrary.org