________________
wwwwwwwwwwwwwwwwwwww
w wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
M MMMMMMMMOOONORABOA
wwwwwwwwwwwwwwwwwwwwwwwwww
wwwwwwwwwwwwwwwwwwwMMMMMMMMMMMMMMM
• શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિ પ્રશંસા, અન્યદૃષ્ટિ સંસ્તવ એ સમ્યગદર્શનના પાંચ અતિચારો છે.
કાંક્ષા = ફળની ઇચ્છા, વિચિકિત્સા = ઘર્મફળની શંકા. સંસ્તવ = સ્તુતિ. અતિચાર = દોષ, બાધા.
ધારણ કરેલાં વ્રતોમાં બાધા પહોંચે તો તે વ્રતો-ગુણો ધીમે ધીમે નષ્ટ થતાં જાય તેવી બાધતાને અતિચાર કહે છે.
સમ્યગુદર્શન એ ચારિત્રધર્મનો મૂળ આધાર છે. તેની શુદ્ધિ ઉપર મોક્ષમાર્ગની યાત્રા સફળ થાય છે. તેમાં જેનાથી બાધા પહોંચે તેવા પાંચ અતિચાર મુખ્ય છે.
૧. શંકાઃ આહત પ્રવચનોને, આગમોમાં કહેલાં રહસ્યોને શ્રદ્ધારૂપે સ્વીકાર્યા પછી અલ્પતાને કારણે સૂક્ષ્મ કે અતીન્દ્રિય પદાર્થોને જે કેવળીગમ્ય કે આગમગમ્ય છે, તેમાં નાની કે મોટી શંકા થાય તે શંકા અતિચાર છે.
સામાન્ય રીતે ધર્મને કસોટિપૂર્વક ગ્રહણ કરવાનું કથન છે, વળી સમાધાન માટે પૃછના-પ્રશ્ન થાય તેનો સ્વીકાર કરેલો છે. પરંતુ અહીં શંકાને અતિચારરૂપે ગણવાનો હેતુ એ છે કે, જે રહસ્યો બુદ્ધિવાદ કે તર્કવાદથી પર છે તેને બુદ્ધિથી કે તર્કથી કરવાનો પ્રયત્ન ન કરવો. કારણ કે જો બુદ્ધિમાં તે રહસ્યો ન સમજાય તો સાધક અપરિપક્વ દશામાં શ્રદ્ધાનો ત્યાગ કરી દે છે. તેથી ત્યાં અટકી જવાય નહિ તેવી શંકાને દોષરૂપે ત્યજી દેવાની છે.
૨. કાંક્ષા : આ લોક કે પરલોકમાં ધર્મના ફળરૂપે વિષયોની અભિલાષા. ધર્મ કેવળ મોક્ષને માટે છે. માટે અહિંત ભગવંતોએ સંસારનાં સુખાદિનો ત્યાગ ઉપદેશ્યો છે. જો સાધક વિષયસુખની અભિલાષા રાખે તો તેના ગુણને હાનિ થાય, તેથી કાંક્ષા અતિચાર લાગે. વળી બાળજીવો અન્ય દર્શનથી આકર્ષાઈને વીતરાગધર્મનો ત્યાગ કરે તો સમ્યત્વમાં અશ્રદ્ધા થવા સંભવ છે. તેથી તેમાં અતિચાર કહ્યો છે.
૨૩૮ : તત્ત્વમીમાંસા
:
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org