________________ સંખનાનું વિધાન मारणान्तिकी संलेखनां जोषिता 7-17 મારણાન્તિકી સંલેખનાં જોષિતા 7-17 મારણ-અનિકી સંલેખનાં જોષિતા 7-17 - વતી (ગૃહસ્થ કે સાધુ) મરણને અંતે સંલેખના કરે છે. સંલેખના = દેહને, કષાયોને કૃશ કરવા. મારણાન્તિકી = શરીરનો અંત આવે ત્યાં સુધીની. સંખનામાં પ્રાણનો નાશ છે, છતાં રાગદ્વેષના આવેગ રહિત હોવાથી આપઘાત ગણાતો નથી. તેમાં મુખ્ય આશય દેહાધ્યાસ દૂર કરવાનો અને વીતરાગભાવ કેળવવાનો છે. જે શુભધ્યાન કે શુદ્ધ ધ્યાન છે. ખાસ કરીને દુષ્કાળમાં, શરીરની નિર્બળતામાં, રોગ સમયે, ઉપસર્ગ સમયે, અન્ય જીવની રક્ષા અર્થે, મરણને નજીક જાણીને વ્રતી કે સાધુ ગુરુજનોની આજ્ઞા મુજબ ક્રમે કરીને સંપૂર્ણ આહારપાણીનો મરણાંત સુધી ત્યાગ કરે છે અને જીવનના અંતિમ સમયે મૈત્રી આદિ કે અનિત્યાદિ ભાવના વડે પરિણામની સમતા તથા શુદ્ધિ જાળવે છે, જેથી સમાધિયુક્ત રહીને મોક્ષમાર્ગની આરાધના કરે છે. સમ્યગુદર્શનના અતિચારો शङ्का-का-विचिकित्साऽन्यदृष्टिप्रशंसा संस्तवाः सम्यग्दृष्टेरतिचाराः 7-18 શંકા-કાંક્ષા-વિચિકિત્સા-૩ન્યદૃષ્ટિપ્રશંસા સંતવાઃ સમ્યગ્દરતિચારા 7-18 શંકા-કાંક્ષા-વિચિકિત્સા અન્યદૃષ્ટિ પ્રશંસા સંતવાઃ સમ્યગ્દષ્ટ અતિચારા 7-18 - | અધ્યાયઃ 7 * સૂત્રઃ 118 237 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org