________________ WANAWAWMWWWW MMMWWMMWAGAAN પાપપ્રવૃત્તિ પણ કરે છે તે અનર્થ દંડ છે, જેમકે - 1. દુર્ગાન : અશુભ વિચારો, અન્યને માટે બૂરું ઇચ્છવું. રાગને કારણે સ્વજન આદિની રિદ્ધિ કે વૃદ્ધિ ઇચ્છવી, અને દ્વેષને કારણે મૃત્યુ કે હાનિ ઈચ્છવી. ભાઈ ! તારું ધાર્યું કંઈ થવાનું નથી માટે આવી વિચારોની દંડબેઠક છોડી દે અને શુભ ધ્યાનમાં રહેવા પ્રયત્ન કર. નહિ તો પાપનો દંડ ભોગવવો પડશે. 2. પાપકર્મ ઉપદેશઃ ફાંસી થવી જોઈએ, યુદ્ધો ખેડવાં જોઈએ, હિંસાજનક વ્યાપારને ઉત્તેજન આપો. આવું બોલવું કે વિચારવાથી વ્યર્થ પાપ બંધાય છે માટે આવી પ્રવૃત્તિથી દૂર થવું. 3. હિંસા કાર્પણ : અન્યને ઉપકાર ભાવથી પણ શસ્ત્રો વસાવવાં કે પૂરાં પાડવાં, જેનાથી હિંસા થાય તેવા પ્રયોજનનાં કાર્યો કરવાથી વિરમવું. 4. પ્રમાદાચરણ : પાંચ પ્રકારના વિષયના સેવનમાં જ સમય ગુમાવવો, ચાર કષાયથી અધ્યવસાયમાં ક્લેશિત રહેવું. સ્ત્રી-પુરુષ કથા, ભોજનાદિ કથા, દેશકથા અને વિશ્વકથામાં નિરર્થક સમય ગુમાવવો. પ્રમાદથી રાગાદિ ભાવોનું સેવન કરવું. મર્યાદા કરતાં પણ વધુ નિદ્રા લેવી. પ્રમાદવશ થતી જીવ-અરક્ષા પણ અધર્મ છે. આવાં પાપમૂલક કાર્યોથી નિવૃત્ત થવું. જેથી આધ્યાત્મિક બળની વૃદ્ધિ થાય છે. ત્રણ ગુણવ્રત ન પાળવાથી તે તે પ્રવૃત્તિ પાપજનક હોવાથી દોષ લાગે છે. તેથી તે વ્રતમાં મર્યાદા રાખવાની છે, સંક્ષેપ કરવાનો છે. વળી ચાર શિક્ષાવ્રતો શુભપ્રવૃત્તિરૂપ છે તેથી તેમાં સંક્ષેપ કરવાની જરૂર નથી પણ વૃદ્ધિ કરવાની જરૂર છે. કોઈક ગ્રંથમાં ૧૧મા વ્રત ભોગઉપભોગને લીધું છે. આ ગ્રંથમાં શિક્ષાવ્રત લીધું છે. છતાં કુલ વ્રત 12 છે. દિગુ પરિમાણવ્રત, ભોગોપભોગ, અનર્થદંડ એ ત્રણ ગુણવ્રત છે. સામાયિક, દેશાવાશિક, પૌષધોપવાસ, અતિથિ સંવિભાગ શિક્ષાવ્રત છે. શિક્ષાવ્રતો ચાર છે. અધ્યાય : 7 * સૂત્ર : 16 જ ર૩૫ Monomanomeneranderen Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org