________________ ARANAN ગુણવ્રત અને શિક્ષાવ્રતોનું નિરૂપણ दिग्देशाऽनर्थदण्डविरति-सामायिक-पौषधोपवासोपभोग-परिभोग-परिमाणातिथिसंविभागवतसंपन्नश्च 7-16 દિગ્દશાહનર્થદંડવિરતિ-સામાયિક-પૌષધોપવાસોપ ભોગ-પરિભોગ-પરિમાણતિથિસંવિભાગવતસંપન્નશ્ચ૭-૧૬ દિગ્દશ-અનર્થદંડવિરતિ-સામાયિક-પૌષધ-ઉપવાસઉપભોગ-પરિભોગ-પરિમાણ-અતિથિસંવિભાગવત સંપન્નઃ ચ૭-૧દ અગારી-વ્રતી દિગુવિરતિ, દેશવિરતિ, અનર્થદંડ વિરતિ, સામાયિક, પૌષધોપવાસ, ઉપભોગ, પરિભોગ, પરિમાણ અને અતિથિસંવિભાગ વ્રતોથી સંપન્ન હોય છે. 6. દિગપરિમાણ : દિશા, પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ આદિ દશ દિશાઓની મર્યાદા કરી અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી. જેમકે કોઈપણ દિશામાં એક-બે હજાર માઈલથી દૂર ન જવાની મર્યાદા કરવી. અથવા અમુક દેશથી બહાર ન જવું. આવા વ્રતને દિપરિમાણ વ્રત કહે છે. આ વ્રત ધારણ કરવાથી તે સ્થાનોએ થતાં હિંસાદિથી થતા પરંપરાના દોષથી બચી જવાય છે. લોભ ઘટે છે. જેથી સાત્ત્વિક બળ પેદા થાય A NANANANANANANANANLARIN છે. YYNY 7. દેશવિરતિ : દેશાવગાશિક. ઉપરના વ્રતમાં દિશાનો સંક્ષેપ કર્યા પછી રોજને માટે મર્યાદા રાખી અકાર્યથી નિવૃત્તિ લેવી. (વર્તમાનમાં આ વ્રતને એક જ દિવસ તપ સહિત દસ સામાયિકની પદ્ધતિથી સ્વીકારેલ છે.) M 8. અનર્થ દંડ : અનર્થ - પ્રયોજનરહિત. દંડ - પાપનું સેવન. ગૃહસ્થને કુટુંબ નિર્વાહ માટે સકારણ જે પાપજનિત પ્રવૃત્તિ કરવી પડે છે, તે અર્થદંડ છે. પણ કોઈ દોઢડાહ્યા જીવો જેનું પ્રયોજન નથી તેવી 234 જ તત્ત્વમીમાંસા વાવડના વડા હવામાન ખાતાના વડાનક - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org