________________ જે વતીને અણુવ્રત હોય તે અગારી. અણુ = અલ્પ, સ્કૂલ જે અહિંસાદિ વ્રતને શૂલપણે-અલ્પાશે અને બારસ્વત પૈકી અમુક સંખ્યામાં ગ્રહણ કરે તે અણુવ્રતધારી અગારી વ્રતી છે. અહિંસાદિ વ્રતોના બે પ્રકાર છે. 1. અણુવ્રત, 2. મહાવ્રત. ગૃહસ્થાવાસમાં વ્રતોને સંપૂર્ણપણે સ્વીકારી શકે નહિ, તેથી ગૃહસ્થ મર્યાદામાં રહીને પોતાની ત્યાગભાવનાને અનુસારે જે અલ્પવ્રતો સ્વીકારે તે અણુવ્રતધારી શ્રાવક છે. સંપૂર્ણ પણ અહિંસાદિ વ્રતોને સ્વીકારે તે મહાવ્રતી છે, તેમાં કંઈ તારતમ્ય હોતું નથી. અહિંસાદિ પાંચ અણુવ્રતો ઉપરાંત ગૃહસ્થને અન્ય બીજાં વ્રતો પણ હોય છે. તે ગુણવ્રતો અને શિક્ષાવ્રતો છે. પાંચ અણુવ્રત મૂળગુણ છે, અને અન્ય ઉત્તર ગુણ છે. 1. પાંચ અણુવ્રત * અહિંસા અણુવ્રત 8 સ્થાવર-ત્રસ, નાના-મોટા સર્વ જીવોની માનસિક, વાચિક, કે કાયિક દરેક પ્રકારની હિંસાનો ત્યાગ ગૃહસ્થ મર્યાદામાં રહીને કરે તે. . 2. સત્ય અણુવ્રતઃ ગૃહસ્થને કેટલાક પ્રકારોમાં સ્થૂલપણે અસત્યનો દોષ લાગે છે, તેથી મર્યાદામાં રહીને સત્યનું પાલન કરવું તે. 3. અચૌર્ય અણુવ્રત : ગૃહસ્થ સર્વથા પરમાર્થ દૃષ્ટિએ અચૌર્યનું પાલન ન કરી શકે તેથી મર્યાદામાં રહીને અચૌર્ય વ્રતનું પાલન કરે. 4. બ્રહ્મચર્ય અણુવ્રતઃ ગૃહસ્થ સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરી ન શકે તેથી સ્વદારા સંતોષ અને અંશે સંયમ તે. 5. પરિગ્રહ પરિમાણ અણુવત : ગૃહસ્થને પોતાના અને કુટુંબના નિર્વાહ માટે પરિગ્રહની, સાધનોની, ધન-ધાન્યની આવશ્યકતા હોય છે, છતાં તેમાં સ્વૈચ્છિક પરિમાણ કરે, મર્યાદા રાખે છે. અધ્યાય : 7 * સૂત્રઃ 15 જ 233 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org