________________ WWWWWWWWWWWWWWWW - - મૂચ્છ સ્વયં પરિગ્રહ છે. કારણ કે કંઈ પણ વસ્તુ મેળવવાની કે ભોગવવાની વૃત્તિ રાગાદિ ભાવને કારણે થાય છે. તેથી મૂચ્છ-રાગ-આસક્તિ મુખ્ય દોષ છે, તેનાથી વિરમવું. મુક્ત થવું તે વ્રત છે. રાગાદિના ત્યાગના ઉપદેશનું કારણ પણ એ છે કે તેના કારણે થતી પ્રવૃત્તિઓમાં હિંસા, અસત્ય વગેરેનું આચરણ થઈ જાય છે. તેનાથી આધ્યાત્મિક પ્રગતિ રૂંધાય છે. વળી હિંસા જેવા દોષમાં બીજા દોષો દ્રવ્યથી કે ભાવથી સમાઈ જાય છે. તેથી મુખ્ય વ્રત અહિંસા છે. છતાં દરેક ગુણમાં સ્વયં વિશેષતા રહી છે. તેથી સત્યને માનનાર સત્યવ્રતમાં બધા ધર્મોનો સમાવેશ કરી ઉપદેશ આપે છે. તે પ્રમાણે અન્ય વ્રત વિષે જાણવું. સાધુજનો નિષ્પરિગ્રહી મનાય છે. છતાં સંયમને અર્થે ઉપકરણ રાખવામાં મૂર્છા ન હોય તો દોષ મનાતો નથી. દેશકાળ પ્રમાણે એવા ભેદો જાણીને અનાગ્રહી થવું અને ઉત્તમ પ્રકારે અપરિગ્રહીપણાનું પાલન કરવું. નિઃશન્યો વ્રતી - 7-13 નિઃશલ્યો વતી 7-13 નિઃશલ્યઃ વ્રતી 7-13 શલ્યરહિત હોય તે વતી. શલ્ય-દંભ-ઠગવાની વૃત્તિ, ભોગોની લાલસા, નિદાન. વ્રતી = અહિંસાદિ વ્રતનું પાલન કરનાર. કેવળ બાહ્ય વ્રતનું પાલન કરનાર વ્રતી નથી મનાતો, પરંતુ તે શલ્યરહિત હોવો જોઈએ. ધન વિના જેમ ધની કહેવાતો નથી તેમ નિર્દોષતા વગર વ્રતી કહેવાતો નથી. જેમ શરીરમાં કાંટો ભોંકાઈ જવાથી શરીર અને મનને અસ્વસ્થ કરે છે, અને ઉપયોગ કોઈ કાર્યમાં સ્થિર થતો નથી, કાંટો ખેંચ્યા કરે છે તેમ વ્રત ગ્રહણ કરનારના મનમાં જો દંભાદિ દોષો હોય તો તે વ્રતી નિર્દોષ મનાતો નથી. wwwwwww none winnown as weતળાજા હાહાકાતના - - - - - અધ્યાય : 7 * સૂત્ર : 13 - 231 : - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org