________________ AN WAN મૈથુનની ચેષ્ટામાં કામજનિત રાગ હોવાથી આધ્યાત્મિક ગુણોનો હ્રાસ થાય છે. તેથી તે અબ્રહ્મ છે. અહિંસાદિ આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ થાય તે બ્રહ્મ છે. બ્રહ્મનું પાલન તે બ્રહ્મચર્ય છે. જેમાં પાંચ ઈન્દ્રિયોનો સંયમ પણ જરૂરી છે. તેના વડે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક લાભ છે. પરિગ્રહનું સ્વરૂપ કહે છે मूर्जा परिग्रहः 7-12 મૂછ પરિગ્રહઃ 7-12 મૂછ પરિગ્રહ 7-12 મૂચ્છ પરિગ્રહ છે. મૂચ્છ = મમત્વ, આસક્તિ. પરિગ્રહ = જડ કે ચેતન વસ્તુનો સ્વીકાર કે સંગ્રહ. જડ-ચેતન આંતરિક કે બાહ્ય વસ્તુ તમારી પાસે હોય કે ન હોય પણ તે વસ્તુ માટે આસક્ત રહેવું તે પરિગ્રહ છે. વસ્તુનો સ્વીકાર કરે પણ જો તેમાં વિવેક હોય, આસક્તિ ન હોય તો તે પરિગ્રહ બનતો નથી. અને આવો વિવેક સ્વયં પોતે જ જાણે, અને આચરે છે. રોગીને કડવું ઔષધ ગ્રહણ કરવું ગમતું નથી પણ નિરોગીતા માટે સ્વીકાર કરે છે, તેમ વિવેકીજન પરિગ્રહ સામગ્રીને ઇચ્છતો નથી પણ પુણ્યયોગે મળે છે, તો અનાસક્ત ભાવે વિવેકપૂર્વક ઉપયોગ કરે છે. તે અપરિગ્રહી કે અલ્પપરિગ્રહી છે. તેણે અંતરમાં આસક્તિ ન થાય તે માટે સતત જાગ્રત રહેવું જોઈએ.' વળી વસ્તુ ઇષ્ટ છતાં પુણ્યના અભાવે મળતી નથી પરંતુ મેળવવા માટે ઉત્કંઠા હોય તો વસ્તુ ન મળવા છતાં તે પરિગ્રહી છે, આથી પરિગ્રહના અત્યંતર અને બાહ્ય બે પ્રકારો કહ્યા છે. અંતરંગમાં વસ્તુ મેળવવાનો રાગ તે અત્યંતર પરિગ્રહ છે. અને બાહ્ય સામગ્રી ઉપરનો રાગ તે બાહ્ય પરિગ્રહ છે. A NMAMARAAMMMMMMMMMMMMMMMMWANAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAALLLLL wwwwwwwww જા જ મજા 230 જ તત્ત્વમીમાંસા - રાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org