________________ જાવન કરનાર------- તીર્થકરોએ સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણી (નિષ્કારણ) લેવાનો નિષેધ કર્યો છે. (4) ગુર અદત : સ્વામીની અનુજ્ઞા હોય, વસ્તુ અચિત્ત હોય, તીર્થકરની પણ અનુજ્ઞા હોય, છતાં જો ગુરુની અનુજ્ઞા લીધા વિના વસ્તુ ગ્રહણ કરે તો ગુરુ અદત્ત દોષ લાગે. જેમકે ગુરુની અનુજ્ઞા વિના નિર્દોષ આહાર-પાણીનું ગ્રહણ, નિર્દોષ પણ આહાર-પાણી લેતાં પહેલાં ગુરુની અનુજ્ઞા અવશ્ય લેવી જોઈએ. દાતા ભક્તિથી આપે છે એટલે સ્વામી અદત નથી. નિર્દોષ હોવાથી જીવ અદા કે તીર્થકર અદત્ત પણ નથી. છથી જો ગુરુની અનુજ્ઞા વિના લાવેલાં હોય તો ગુરુ અદત્ત છે. આથી સાધકે જે વસ્તુ લેવાની તીર્થકરોએ અનુજ્ઞા આપી હોય તે વસ્તુ લેવા માટે પણ ગુરુની અનુજ્ઞા અવશ્ય મેળવવી જોઈએ. અબ્રહ્મ વિશે मैथुनमब्रह्म 7-11 મૈથુનમબ્રહ્મ - 7-11 મૈથુન અબ્રહ્મ ' 7-11 મૈથુન એ અબ્રહ્મ છે મિથુન : જોડલું, જોડલાની જે ક્રિયા તે મૈથુન છે. અર્થાત કામરાગજનિત કોઈપણ ચેષ્ટા મૈથુન છે. તે વિસ્તરાર્થ આ પ્રમાણે છે. સ્ત્રીપુરુષનું વિજાતીય, પુરુષ-પુરુષનું કે સ્ત્રી-સ્ત્રીનું સજાતીય અથવા મનુષ્ય અને પશુનું વિજાતીય, આવા જોડલાની વેદોદયના કારણથી કામરાગના આવેશથી અન્યોન્ય થતી માનસિક, વાચિક કે કાયિક ચેષ્ટા તે અબ્રહ્મ છે, મૈથુન છે. કારણ કે જેમ પુરુષ અને સ્ત્રીના સંયોગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખનો અનુભવ થાય છે, સજાતીયમાં પણ સ્વહસ્તાદિના સંયોગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખનો અનુભવ થાય છે. આ ઉપરાંત સ્વહસ્ત આદિ અવયવો કે કોઈ જડ પદાર્થના સ્પર્શ વડે થતી ચેષ્ટા તે પણ મૈથુન છે. - અધ્યાયઃ 7 * સૂત્રઃ 11 4 229 wwwજાતના અજય કાય અને ખાનપાન- રાજાના નાના નાના નાના નાના નાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org