________________ -------- આ સૂત્રમાં પ્રમત્તયોગને મુખ્ય ગણી હિંસાનું નિરૂપણ કર્યું છે. એટલે માત્ર પ્રાણ લેવા કે દુઃખ આપવું તે હિંસા દોષ છે. પણ તે ઉપરાંત તેમ કરવામાં જીવની ભાવના, રાગદ્વેષના ભાવ, અસાવધાનીરૂપ પ્રમાદ છે તેમાં દ્રવ્ય અને ભાવહિંસા રહેલી છે. સ્થૂલ દોષ ન થયો હોય અને દુઃખ ન આપી શકવા છતાં જો ભાવના દુષ્ટ હોય તો હિંસાદોષ લાગે છે, છતાં સ્કૂલ હિંસાને પ્રાધાન્ય આપવાનું પ્રયોજન એ છે કે સામુદાયિક જીવોની સલામતી જળવાઈ શકે. જગતના નબળા કે મૂક જીવો પ્રત્યે દયાની ભાવના રહે. મનુષ્ય અપ્રમત્તયોગ-સાધુજીવનવાળો ન હોય તો પણ સ્કૂલ અહિંસાનું પાલન કરે તો અન્યના જીવનમાં સુખશાંતિનું કારણ બની શકે અને તેથી ગૃહસ્થને સ્થૂલ અહિંસાનું વ્રત આપ્યું છે. જ્યારે જીવ કોઈનો પ્રાણવધ કરવા પ્રયત્ન કરે છતાં સામેનો જીવ આયુષ્યબળને કારણે મરે નહિ તો પણ તેને ભાવહિંસા તો લાગવાની છે, કારણકે ત્યાં જીવરક્ષાનો અભાવ છે. વળી અપ્રમત્ત દશાવાળા મુનિ જીવરક્ષાના ભાવવાળા છે. ઉપયોગથી સાવધાન છે. છતાં હરવાફરવાની ક્રિયા સમયે કોઈ જંતુ પગ નીચે આકસ્મિક મરણ પામે તો તે દ્રવ્યહિંસા છે. સ્કૂલ કે સૂક્ષ્મ, દ્રવ્ય કે ભાવ કોઈ પણ હિંસાથી બચવા માટે જીવન સાદું રાખવું. જરૂરિયાતો ઘટવાથી સહજપણે દ્રવ્યભાવ-અહિંસા પાળી શકાય છે. વળી ઉપયોગમાં સાવધાન રહેવાથી, ભાવમાં રાગાદિ પરિણામો ઘટવાથી અને બાહ્યપણે સાવધાન હોવાથી પણ અહિંસાનું પાલન થઈ શકે છે. - હૃદયની ભાવના કોમળ અને નિર્દોષ પ્રેમયુક્ત હોય તેટલી ભાવહિંસા ઘટે છે. સામાન્ય રીતે ગૃહસ્થોમાં દ્રવ્યહિંસા તો છે જ પણ ભાવહિંસાની વિશેષતા છે. જ્ઞાની અને સાધુજનોમાં અપ્રમત્તયોગના અભાવે દ્રવ્યહિંસા છે, તે કથંચિત તેરમા ગુણસ્થાનક સુધી રહે છે. પરંતુ ત્યાં ઈર્યાપથ ક્રિયા હોવાથી દોષ નથી. નિશ્ચય દૃષ્ટિએ દ્રવ્ય-ભાવઅહિંસા સંપૂર્ણપણે 226 તત્ત્વમીમાંસા AALAAAAAAAAAAAAAAAAAANNAMAMANAN ---- --- - -- --- - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org