________________ પ્રમાદના યોગે કોઈના પ્રાણનો વિયોગ તે હિંસા છે. પ્રમાદઃ અજાગૃતિ પ્રાણ : જીવને શરીરમાં રહેવા માટે તેનું સાધન પ્રાણ છે. પાંચ ઇન્દ્રિયો, મન-વચન-કાયા, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દસ પ્રાણમાંથી જીવને અલ્પાધિક પ્રાણ ઇન્દ્રિયની જાતિ પ્રમાણે હોય છે. હિંસાઃ આવા કોઈ પણ પ્રાણનો કે સર્વ પ્રાણનો ઘાત કરવો તે હિંસાના પ્રકારો : 1. દ્રવ્યહિંસા 2. ભાવહિંસા દ્રવ્ય-ભાવહિંસાઃ પ્રાણ વિયોગથી આત્માનો નાશ નથી થતો પરંતુ આત્મા દુઃખ અનુભવે છે, તેથી પ્રાણવધ કરવો તે પાપ છે. અર્થાત્ પ્રાણનો વિયોગ કરવો દ્રવ્યહિંસા છે. અને તેના દુઃખનો અનુભવ થવો તે ભાવહિંસા છે. આત્મા જ્ઞાનાદિ ગુણસ્વરૂપ છે, પ્રમાદ-અજાગૃતિને કારણે વિષય-કષાયમાં રત રહેવાથી આત્માના-ગુણોનો ઘાત થાય છે તે ભાવહિંસા છે. પોતાના આત્માના ગુણોનો ઘાત તે સ્વભાવહિંસા છે. અને અન્યના ગુણો નાશ પામે તેમાં નિમિત્ત થવું તે પરભાવ હિંસા છે. ઝેર આદિ પદાર્થોથી પોતાના પ્રાણોનો ઘાત કરવો તે સ્વ-દ્રવ્યહિંસા છે. અને પરનો ઘાત કરવો તે પરદ્રવ્યહિંસા છે. પ્રમાદથી થતા રાગાદિ ભાવ તે ભાવહિંસા છે, અને પ્રમાદના યોગે પ્રાણનો વિયોગ થવો ત્યાં દ્રવ્ય અને ભાવ બંને હિંસા છે. આથી અહિંસાવ્રતના ઉપાસકે સતત સાવધાન રહેવું. પ્રાણીમાત્રનું જીવન મત્સ્યગલના ન્યાય જેવું છે. મોટું માછલું નાના માછલાને ગળે, તેમ દરેકના જીવનધારણ માટે અભ્યાધિક હિંસા થાય છે. શ્વાસ લેવો કે ગમનાગમન કરવું તેમાં હિંસા રહેલી છે છતાં દોષ સ્વાધીન નથી, પ્રમાદનો દોષ સ્વાધીન છે. આમ વિચારતાં લાગે છે કે હિંસાનું સ્વરૂપ ઘણી ઊંડી વિચારણા માંગી લે છે. - અધ્યાય : 7 * સૂત્રઃ 8 225 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org