________________ ---- -- - ------ 9.o 4. માધ્યસ્થ ભાવના સમભાવ, ઉપેક્ષા, તટસ્થતા. અસવ્યવહાર કરનાર ઉપદેશને ગ્રહણ ન કરે એવા અવિનીત પ્રત્યે સમભાવ રાખવો. જ્યારે તે કોઈ યોગ્ય વાતનો પ્રતિકાર કરે ત્યારે તેની વાતને કે વર્તનને જતું કરવું તે ઉપેક્ષા ભાવ છે. અહીં ઉપેક્ષાભાવ તિરસ્કારના ભાવમાં નથી. અને તેના પ્રત્યે દ્વેષભાવ થવા ન દેવો તે મધ્યસ્થભાવ છે. અથવા તેના પ્રત્યે રાગ કે દ્વેષનો ભાવ ન કેળવતાં તટસ્થભાવ રાખવો. અહિંસા વ્રતમાં પણ માધ્યસ્થ ભાવનાથી આત્યંતર વ્રતને બળ મળે છે અને નિર્જરા પણ થાય છે. મહાવ્રતોની સ્થિરતા માટે વિશેષ વિચારણા जगत्कायस्वभावौ च वैराग्यार्थम् 7-7 જગત્કાયસ્વભાવ ચ વૈરાગ્યાર્થમ્ જગતું કાયસ્વાભાવી ચ વૈરાગ્ય અર્થમ 7-7 સંવેગ અને વૈરાગ્યની પુષ્ટિ માટે સંસાર અને કાયાનું સ્વરૂપ વિચારવું જોઈએ. , સંવેગ : સંસાર પ્રત્યે ભય, વૈરાગ્ય : અનાસક્તિ નિર્વેદ : મોક્ષ પ્રત્યેની રૂચિ, અભિલાષા મુખ્યત્વે અન્ય શાસ્ત્રમાં સંવેગ એટલે અભિલાષા અને નિર્વેદ એટલે સંસાર પ્રત્યે ભય કે વૈરાગ્યનો ઉલ્લેખ છે. સંવેગ : સંસારનાં દુઃખો પ્રત્યે ભય પેદા થાય અને વૈરાગ્યભાવના પુષ્ટ બને તે મહાવ્રતોના પાલન માટે અત્યંત આવશ્યક છે. સાધક વ્રતોના અનુષ્ઠાન કરે અને વૈરાગ્ય ભાવ ન હોય તો આધ્યાત્મિક વિકાસ ન થાય. સંસારનાં પ્રલોભનોથી દૂર રહેવા, ભૌતિક સુખની અભિલાષાને શાંત કરવા, સંસારનું મૂળ સ્વરૂપ વિચારવું તે ભાવના છે. સંસાર દુઃખરૂપ જ છે, અને તે દુઃખનું કારણ હિંસાદિ છે તેવી ભાવના કરવાથી સવેગની ભાવના દૃઢ થાય છે, તો વ્રતોનું પાલન ઉત્તમ પ્રકારે થાય છે. સંવેગ શું છે ? સંસાર પ્રત્યે અનાસક્તિ અને મોક્ષ કે મોક્ષના અધ્યાય : 7 * સૂત્ર : 7 4 223 WanauwwwwwwwwMAMMAAAAAALAAAMWWMAN - wwww જવાન જન્મજાજના 100 કરવાવાતાવરવવવવવવના કાવાવના બે , , , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org