________________ मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यानि सत्त्व-गुणाधिक-क्लिश्यमानाविनयेषु મૈત્રી-પ્રમોદ-કારશ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણાધિક-ક્લિશ્યમાનાવિનયેષ મૈત્રી-પ્રમોદ-કારુણ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણ-અધિક-ક્લિશ્યમાન-અવિનયેષુ 7-6 મહાવ્રતોની સ્થિરતા માટે સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવ અને અવિનીત જીવો પ્રત્યે મધ્યસ્થભાવ રાખવો. આ ચાર ભાવનાઓ વડે આત્મસાધક અન્ય અનેક ગુણોનો આરાધક બને છે. મૈત્રીભાવ : નિર્વેર બુદ્ધિ, પરમાં પોતાપણાની આત્મવત્ બુદ્ધિ, જગતના સર્વ જીવો પ્રત્યે નિર્દોષ પ્રીતિ, મૈત્રીભાવને કારણે જીવ હિંસાદિક દોષોથી અટકી જાય છે, માટે વ્રતપાલનમાં આ ભાવના ઉત્તમ છે. " પ્રમોદ ભાવ : માનસિક હર્ષોલ્લાસ. આપણા કરતાં ગુણથી અધિક જીવો પ્રત્યે, દર્શન-જ્ઞાન-ચારિત્ર કે તપ જેવા ગુણનો ધારક પ્રત્યે પ્રશંસા-સ્તુતિભાવ, આદરભાવ રાખવો. એવા ઉત્તમ જીવોને જોઈને તેમના ગુણની પ્રશંસા પ્રત્યે ઈર્ષા, અસૂયા કે અદેખાઈ થાય તો વ્રત ટકી શકે નહિ. માટે પ્રમોદ ભાવના કરવી. 3. કરુણા ભાવના : દયા-અનુકંપના ભાવ. અન્ય જીવોનાં દુઃખ જોઈ અનુકંપા થવી, રોગ, દરિદ્રતા જેવાં દુઃખોથી ઘેરાયેલા જીવોને તે તે પ્રકારે અનુકંપાયુક્ત સહાય કરવી, તે દ્રવ્ય-અનુકંપા છે. અજ્ઞાનવશ ધર્મભાવનાથી રહિત જીવોને દુઃખથી બચાવવા ધર્મોપદેશ આપવો તે ભાવ કરુણા છે, તે વડે અહિંસાવ્રતો ઉજ્વળ બને છે. 222 તત્ત્વમીમાંસા - ર કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org