________________ --- --- --- W WWwwwwww પરમાર્થ ભાવે સંપત્તિમાં મૂછરહિત જીવન ગાળવું. આ પાંચ પ્રકારમાં જીવ સાવધાન રહીને જીવનને સત્ય, સદાચાર, શીલ અને સંતોષ જેવા સગુણોથી સંપન્ન રાખે તો આલોક - પરલોક બંને સુધરે. મહાબતોમાં સ્થિર કરવા માટે ભાવના दुःखमेव वा 7-5 દુઃખમેવ વા 75 દુઃખમુ એવ વા 7-5 હિંસાદિ પાપો કેવળ દુઃખરૂપ જ છે તેમ વિચારવું. 1. હિંસાદિમાં ત્યાગવૃત્તિઓમાં દુઃખનું દર્શન કેળવાયું હોય તો ત્યાગ ટકે, તેથી હિંસાદિ વૃત્તિ કે પ્રવૃત્તિમાં તે દોષોને દુઃખ માનવા. અહીં દુઃખ ભાવનાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તેમાં જેવું સ્વને દુઃખ થાય છે તેવું અન્યને પણ દુઃખ થાય છે. જેવો મારા આત્મા મને પ્રિય છે તેવો સૌને પ્રિય છે, માટે હિંસાના પાપનો ત્યાગ કરવો જોઈએ તેવી ભાવના કરવી. 2. અસત્ય બોલીને કોઈ મને ઠગે, કે તુચ્છકારથી મને કોઈ બોલાવે તો દુઃખ થાય, તેમ અન્યને પણ દુઃખ થાય તેવી ભાવના કરવી. 3. કોઈ મારી વસ્તુ ચોરી લે તો મને દુઃખ થાય તેમ અન્યને પણ થાય, તેવી સ્વ-પરદુઃખની ભાવના કરી તે દોષનો ત્યાગ કરવો. 4. મૈથુન સેવન પરિણામે દુઃખરૂપ છે તેથી તેનો ત્યાગ કરવાની ભાવના કરવી. 5. પરિગ્રહ અને તેની મૂછ દુઃખજનિત છે. ધન મેળવવા રક્ષણ કરવાની ચિંતા દુઃખરૂપ છે આવી ભાવના કરવી. હિંસાદિ દુઃખનાં કારણ છે, તેમ હિંસાદિ પાપો સ્વયં દુ:ખરૂપ જ છે. તેવી વિચારણા કરવી તે વ્રતોમાં બળપ્રેરક છે. ADVOGADO 000000000000 અધ્યાય : 7 * સૂત્ર : 5 4 221 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org