________________ છે. ધનાદિ સુખેથી વાપરી શકતો પણ નથી. પરલોકમાં લોકોનું અપમાન પામે છે. હલકા કુળમાં જન્મ મળે છે, તિર્યંચ કે નરકમાં દુઃખ ભોગવવા પડે છે, દરિદ્રતાની જ મિત્રતા મળે છે. પરમાર્થે તેને મોહનીય કર્મનું ગાઢ આવરણ રહે છે. 4. મૈથુનનું પરિણામ મૈથુન સેવનમાં હિંસાનું સેવન રહેલું છે. આત્મશક્તિનો વ્યય થાય છે. વિષયભોગના પરિણામે પરલોકમાં પણ દુઃખ ભોગવવા પડે છે. પરમાર્થમાં ચિત્તશુદ્ધિ જળવાતી નથી. પુરુષાર્થહીન બને છે. (વીયતરાય) . પરિગ્રહની મૂછનું પરિણામ . માનવજીવનમાં ધન, ગૃહ, સાધન વગેરેની જરૂરિયાત છે. તે પૂર્વે પુણ્ય કે પુરુષાર્થથી પ્રાપ્ત થયા પછી તેમાં મૂછ રાખવાથી જીવ કર્મબંધ કરે છે. ઘન મેળવવામાં દોષ કે પાપ આચરવું પડે છે. ધન વાપરવામાં ભોગાદિની લોલુપતા પણ ક્લેશજનિત છે. ધનની રક્ષા કરવામાં માયા-કપટ-કરચોરી જેવાં માનસિક પાપ કરવાં પડે છે. ધનને મૂકી જવામાં પરિવારના મમત્વની અધિકરણ ક્રિયાનો દોષ લાગે છે. * ધન મેળવવા કષ્ટો સહન કરવો પડે છે. તેના રક્ષણ માટે માનસિક ચિંતા સેવવી પડે છે. છતાં તેની પ્રાપ્તિ પૂર્વપ્રારબ્ધ પર અવલંબે છે. ધનને કારણે જીવને અન્ય સાથે વૈરભાવ થાય છે. ઝઘડો કે ક્લેશ થાય છે. લોભ કે સ્વાર્થ વધી જતાં સંબંધો પણ વણસી જાય છે. અને જીવના પરિણામ બગડે તો હિંસા જેવાં કાર્યો ધનની મૂછથી બને છે. શુભયોગ પૂર્ણ થયા પછી તે પગ કરીને ચાલ્યું જાય છે. પરલોકમાં પણ ધનની મૂછથી ઉત્પન્ન થયેલા આસક્તિના દોષો અવનતિમાં લઈ જાય છે. માટે સંતોષ ગુણ કેળવીને આલોક - પરલોક સુધારવો અને પ્રાપ્ત ધનનો યોગ્ય રીતે સદ્ ઉપયોગ કરવો. 220 જ તત્ત્વમીમાંસા જાજરમાન અરજજાજ જામજજા જન્મ Jain Education International: For Private & Personal Use Only www.jainelibrary.org