________________ wwwwwwwwwwww w wwwwwwwwwwwwwwwwwwwww . હિંસાનો ત્યાગ કરવામાં તે દોષોનું જો સાચું દર્શન થાય તો ત્યાગ ટકી શકે, અહિંસાદિ વ્રતો પાળતા હિંસાદિ દોષોનું સાચું દર્શન કરવું આવશ્યક છે. દોષના પરિણામે ઊપજતું દુઃખ બે પ્રકારે છે. 1. ઐહિક = આલોકમાં, 2. પારલૌકિક = પરલોકમાં હિંસાદિ સેવવાથી આ લોકમાં આપત્તિના ભોગ બનવું પડે છે અને પરલોકમાં તેના સંભવિત ફળ ઉદયમાં આવે ત્યારે દુ:ખ ભોગવવું પડે છે. તે બંને પરિણામોનું સતત ભાન રાખવું અહિંસાદિ વ્રતની ભાવના છે. 1. હિંસાદિનું પરિણામ આલોકમાં દુઃખ : હિંસક મનોવૃત્તિવાળો પ્રાણી હંમેશા સ્વયં ઉગમાં જીવે છે અને અન્યને પણ ઉગ કરાવે છે. પરલોકમાં દુઃખ H જે પ્રાણીઓ પ્રત્યે જીવ ક્રૂરતા કરે છે, તેની સાથે જીવને વેર અને શત્રુતાની પરંપરા ચાલે છે. આવા કર્મબંધના પરિણામે પોતાને પણ વધ બંધન, સુધા, તૃષા આદિ ઘણાં ક્લેશજનિત દુઃખો ભોગવવા પડે છે. આત્મગુણોનો ઘાત થાય છે. 2. અસત્યનું પરિણામ અસત્ય વચન કે વર્તનથી વ્યવહારમાં તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. તેને અપ્રિયતા વરેલી રહે છે. દુ:ખ સમયે કોઈ તેને સહાય કરતું નથી. પરલોકમાં તેને વચનયોગ થાય તેવી યોનિ પ્રાપ્ત થતી નથી. જીભ મળે તો મૂંગાપણું પ્રાપ્ત થાય છે. ક્યાં તો તેનો છેદ થાય છે. પરમાર્થે તેને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બંધાય છે. 3. ચોરીનું પરિણામ : ચોરી કરનાર અને તેનું કૃત્ય બંને સમાજમાં હલકા ગણાય છે. પોતે સદા ભયભીત રહે છે. ચોરેલી વસ્તુ માટે પણ ભય સેવવો પડે અધ્યાય : 7 * સૂત્ર : 4 219 wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAM કાકા હક - - - - - - જામનગમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org