________________ (2) રાગ સંયુક્ત સ્ત્રીકથા વર્જનઃ રાગથી સ્ત્રીઓની કથા નહિ કરવી જોઈએ. દા.ત. અમુક દેશની સ્ત્રીઓ અતિશય રૂપાળી હોય છે. અમુક દેશની જાતિની સ્ત્રીઓનો કંઠ અધિક મધુર હોય છે. અમુક જાતિની સ્ત્રીઓ અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરે છે ઈત્યાદિ. (3) મનોહર ઈન્દ્રિય અવલોકન વર્જન : રાગથી સ્ત્રીઓની ઇન્દ્રિયો કે અન્ય અંગોપાંગ તરફ દૃષ્ટિ પણ નહિ કરવી જોઈએ. અચાનક દૃષ્ટિ પડી જાય તો તુરત પાછી ખેંચી લેવી જોઈએ. (4) પૂર્વક્રીડા સ્મરણ વર્જનઃ પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં કરેલ કામક્રીડાઓનું સ્મરણ નહિ કરવું જોઈએ. (5) પ્રણીત રસ ભોજન વર્જન : પ્રણીત રસવાળા આહારનો ત્યાગ કરવો જોઈએ. દૂધ, દહીં, ઘી, માખણ વગેરે સ્નિગ્ધ અને મધુર રસવાળો આહાર પ્રણીત આહાર છે. o oooowwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwamamannaanMMONONADONDOOR (5) પાંચમા મહાવ્રતની ભાવનાઓ (૧થી 5) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષયો મનોજ્ઞ (-ઈષ્ટ) હોય તો તેમાં રાગ નહિ કરવો જોઈએ, અમનોજ્ઞા (-અનિષ્ટ) હોય તો તેમાં ષ નહિ કરવો જોઈએ. સ્પર્શ આદિ દરેકની એક એક ભાવના હોવાથી પાંચ વિષયોની પાંચ ભાવનાઓ છે. અહીં જે જ મહાવ્રતોની જે જે ભાવનાઓ બતાવવામાં આવી છે તેનું બરોબર પાલન કરવાથી મહાવ્રતોનું પાલન શુદ્ધ-નિરતિચાર થાય છે. અન્યથા અતિચારો લાગે કે મહાવ્રતોનો ભંગ થાય. हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् 7-4 હિંસાદિગ્વિહામુત્ર ચાપાયાવદ્યદર્શનમ્ 7-4 હિંસાદિષુ ઈહ અમુત્ર ચ અપાય અવદ્યદર્શનમ્ 7-4 હિંસાદિ પાપોથી આ લોકમાં અપાયની પરંપરા અને પરલોકમાં અવધનો કરુણ વિપાક ભોગવવો પડે છે, તેવી વિચારણા કરવી. અપાય = અનર્થ, દુઃખ; અવદ્ય = પાપનો, અનિષ્ટ 218 જ તત્ત્વમીમાંસા moo Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org