________________ ww w પ્રત્યાખ્યાનઃ ભયનો ત્યાગ કરવો. (5) હાસ્ય પ્રત્યાખ્યાન : હાસ્યનો ત્યાગ કરવો. (3) ત્રીજા મહાવતની ભાવનાઓ (1) અનુવીચિ અવગ્રહ યાચના : અનુવીચિ એટલે વિચાર. અવગ્રહ એટલે રહેવા માટેની જગ્યા. યાચના એટલે માગણી. સાધુઓએ જે સ્થાને વાસ કરવો હોય તે સ્થાનનો જે માલિક હોય તેની કેટલી જગ્યા જોઈશે ઈત્યાદિ) વિચારપૂર્વક રજા લઈને જ તે સ્થાનમાં વાસ કરવો જોઈએ. અન્યથા અદત્તાદાનનો દોષ લાગે. ઈન્દ્ર, ચક્રવર્તી, માંડલિક રાજા, ગૃહસ્વામી અને સાધર્મિક (પોતાની પહેલાં ત્યાં રહેલા સાધુઓ) એમ પાંચ પ્રકારના સ્વામી છે. (2) વારંવાર અવગ્રહ યાચના: સામાન્યથી અવગ્રહની યાચના કરવા છતાં રોગ આદિની અવસ્થામાં ભિન્ન ભિન્ન જગ્યાનો ભિન્ન ભિન્ન રીતે ઉપયોગ કરવો પડે તો જ્યારે જ્યારે જે જે જગ્યાનો જે જે રીતે ઉપયોગ કરવાનો હોય ત્યારે ત્યારે તે તે જગ્યાનો તે તે રીતે ઉપયોગ કરવાની યાચના કરવી જોઈએ. (3) અવગ્રહ અવધારણ : અવગ્રહની માગણી વખતે કેટલી જગ્યાની જરૂર છે તેનો નિર્ણય કરી જરૂર જેટલી જગ્યા માગીને તેટલી જ જગ્યાનો ઉપયોગ કરવો. (4) સમાન ધાર્મિક અવગ્રહ યાચના : સાધુઓના સમાન ધાર્મિક સાધુઓ છે. જે સ્થળે પૂર્વે આવેલા સાધુઓ ઊતરેલા હોય તે સ્થળે ઊતરવું હોય તો પૂર્વે ઊતરેલા સાધુઓની અનુજ્ઞા લેવી જોઈએ. (5) અનુજ્ઞાપિતપાન ભોજનઃ ગુરુની આજ્ઞા લઈને ભોજન-પાણી લેવા જવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી ભોજન-પાણી લઈ આવ્યા બાદ ગુરુને બતાવીને ગુરુની અનુજ્ઞા લઈને ભોજન-પાણી વાપરવાં જોઈએ. અન્યથા ગુરુ અદત્તાદાન વગેરે દોષો લાગે. (4) ચોથા મહાવતની ભાવનાઓ (1) સ્ત્રી પશુ પંડક સંતવવસતિ વર્જન : જ્યાં સ્ત્રીઓનું ગમનાગમન વધારે હોય, જ્યાં પશુઓ અધિક પ્રમાણમાં હોય, જ્યાં નપુંસકો રહેતા હોય, તેવી વસતિનો -સ્થાનનો) ત્યાગ કરવો જોઈએ. અધ્યાય H 7 * સૂત્ર : 3 જ ર૧૭ www Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org