________________ - નામ --- - ના પાલનમાં આંશિકતા છે. પંચમહાવ્રતોનું નિરતિચાર પાલન જરૂરી છે. મહાવ્રતોના નિરતિચાર પાલન માટે ભાવનાઓ तत्स्थैर्यार्थ भावनाः पञ्च पञ्च / 7-3 તસ્થર્યાર્થ ભાવનાઃ પંચ પંચ 7-3 તસ્થર્યાર્થ ભાવનાઃ પંચ પંચ 7-3 મહાવ્રતોની સ્થિરતા માટે નિરતિચાર પાલન કરવા માટે) દરેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. (1) પ્રથમ મહાવ્રતની ભાવનાઓ (1) ઈર્યાસમિતિ : લોકોનું ગમનાગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે જીવ રક્ષા માટે યુગ પ્રમાણ દૃષ્ટિ રાખીને ચાલવું. (2) મનોગુતિ H આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ઘર્મધ્યાનમાં મનનો ઉપયોગ રાખવો. (3) એષણા સમિતિ : ગવેષણા, પ્રહરૈષણા, ગ્રામૈષણા એ ત્રણ પ્રકારની એષણામાં ઉપયોગપૂર્વક વર્તવું. (4) આદાન નિક્ષેપણા સમિતિ : આદાન એટલે લેવું અને નિક્ષેપણા એટલે મૂકવું. વસ્તુ લેવી હોય ત્યારે તેનું દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરીને લેવી. તથા વસ્તુ મૂકવી હોય ત્યારે ભૂમિનું દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરીને મૂકવી. (પ) આલોકિતપાન ભોજન : આહારમાં ઉત્પન્ન થયેલા કે આગંતુક જીવોની રક્ષા માટે દરેક ઘરે પાત્રમાં લીધેલો આહાર ઉપયોગપૂર્વક જોવો, ઉપાશ્રયમાં આવ્યા પછી ફરી પ્રકાશવાળા સ્થાનમાં તે આહાર જોવો, પછી પ્રકાશવાળા સ્થાને બેસી ભોજન કરવું. (2) બીજા મહાવ્રતની ભાવનાઓ (1) અનુવીચિ ભાષણ : અનુવાચિ એટલે વિચાર. વિચારપૂર્વક બોલવું તે અનુવીચિ ભાષણ. (2) જોધપ્રત્યાખ્યાન : ક્રોધનો ત્યાગ કરવો. (3) લોભપ્રત્યાખ્યાન : લોભનો ત્યાગ કરવો. (4) ભય 216 તત્ત્વમીમાંસા . કાકા છાપાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org