________________ હિંસાનો ત્યાગ નિરપરાધી શબ્દનું પ્રયોજન એ છે કે ગૃહસ્થ જીવનમાં કેટલાંક કાર્યો એવાં છે કે અપરાધીને સજા કરવી પડે છે. તેથી ગૃહસ્થને સવિશેષ જાગૃતિ રાખવાની છે કે નિરપરાધી જીવો જાણીને કે સહસા હણાઈ જાય નહિ. અહિંસાવ્રતના પાલનથી પાપથી બચી જવાય છે, અને દુઃખ દૂર થાય છે. 2. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત : કન્યાના વિવાહ આદિ સંબંધમાં અસત્ય બોલવું, ભૂમિ, ગૃહ કે અન્ય થાપણ માટે અસત્ય બોલવું, ખોટી સાક્ષી પૂરવી તે દોષ છે માટે આવા અસત્યના પ્રકારોનો ત્યાગ કરવો. ફળ : સત્ય વચનથી લોકોમાં વિશ્વાસ પેદા થાય છે. લોકપ્રિયતા વધે છે. અનેક દોષોથી બચી જવાય છે. 3. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતઃ કોઈ પણ પ્રકારની ચોરીથી દૂર રહેવું. (અદત્ત = આપ્યા વગરનું). ફળ : અપકીર્તિથી બચાય છે. નિર્ભયતા આવે છે. 4. સ્થૂલ મૈથુન વિરમણ વ્રતઃ સ્વદરાસંતોષરૂપ શીલ અને સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરવું. ફળઃ પરસ્ત્રીગમન જેવા મહાપાપથી બચાય છે. સંયમિત જીવનનો લાભ થાય છે. 5. સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત : દરેક પ્રકારના ધન્ય, ધાન્ય આદિ સામગ્રીમાં પરિમાણ કરવું. જેથી પરંપરાએ પાપથી બચાય છે. ફળઃ તૃષ્ણા ઘટે છે, સંતોષ વધે છે, જીવન ચિંતામુક્ત રહે છે. પાંચ મહાવ્રતોની વિશેષતા પાંચ મહાવ્રતોનો એક સાથે સ્વીકાર કરવાનો હોય છે. અણુવ્રતો એક કે અધિક લઈ શકાય છે. પાંચ મહાવ્રતોમાં અપવાદ નથી, અણુવ્રતમાં મન વચન કાયાથી પાપ કરવું - કરાવવું નહિ પણ અનુમોદનનો ત્યાગ થતો નથી. પંચમહાવ્રતોની અપેક્ષાએ અણુવ્રતના અધ્યાય : 7 * સૂત્ર : 2 4 215 h 00000000 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org