________________ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા છે. આવો ભેદ ન જાણવાથી જીવ ક્રોધ સમયે પોતાને ક્રોધી માની વગેરે માને છે, પરંતુ તે એ સમયની વિકારી અવસ્થા છે તે જાણી આસવથી ભિન્ન થાય તો આસવનો નિરોધ થાય. આસ્રવ દુઃખનું કારણ છે એમ ન જાણે તો તેનો અભાવ પણ નહિ થાય. સંસાર અપેક્ષાએ પુણ્ય અને પાપનો ભેદ છે. પરમાર્થ અપેક્ષાએ પુણ્ય અને પાપ બંને આસ્રવ છે. બંધનો હેતુ છે. અશુભથી દૂર થવા શુભામ્રવનું પ્રયોજન કહ્યું છે પણ તે ધર્મરૂપ નથી. કારણ કે શુભાશુભ ભાવનો છેદ થતાં ફક્ત શુદ્ધ સ્વભાવથી જ નિર્જરારૂપ ધર્મ થાય છે. શુભ કર્મના યોગમાં જીવને કથંચિત ધર્મભાવના વૃદ્ધિ પામે તેવા સાધનોનું નિમિત્ત મળે છે. પરંતુ તે ધર્મરૂપ નથી. વાસ્તવમાં સમ્યકત્વની પ્રાપ્તિ પછી આસ્રવ રોકાય છે. સમકિતવંતને શુભભાવ થાય છે. ભક્તિ આદિના શુભરોગ થાય છે. પરંતુ તેમનું શ્રદ્ધાન તો શુદ્ધ પરિણતિ પ્રત્યે છે. આથી સમકિતવંતને અંશે અંશે પણ આસ્રવ બંધનો અભાવ વર્તે છે. અને મિથ્થામતિને તો શુભાશુભ ભાવનું પરિણમન હોવાથી રાગાદિનો અભાવ થતો નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી તેની નિર્મળતા માટે ચારિત્રની શુદ્ધિ આવશ્યક છે. તે શુદ્ધિ આસ્રવ નિરોધથી થાય છે. અર્થાત્ ધર્મની શરૂઆત સંવર ધર્મથી થાય છે. તેનું નિરૂપણ હવે સાતમા અધ્યાયમાં આવશે. wwwww ભોગોમાં જેટલી આસક્તિ તેટલું આત્માથી દૂર થવાય. આત્માથી દૂર થવાય એટલે દુષ્કર્મોનો પંજ ભેગો થાય, અને તેના પરિણામે અધોગતિ થાયમાટે મનુષ્યભવ સાર્થક કરવો એ પરમ કર્તવ્ય છે. 212 જ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org