________________ -- ------- ------- જીવ અજીવ પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ છે. તેમાં વાસ્તવમાં મોક્ષ જ ઉપાદેય છે. પરંતુ જીવ મોક્ષ સ્વરૂપ હોવાથી અને મોક્ષનું નિમિત્ત સંવર નિર્જરા હોવાથી જીવને સંવર, નિર્જરા અને મોક્ષ ઉપાદેય છે. હેય અર્થાત ત્યાગ કરવા યોગ્ય વાસ્તવમાં તો ઇન્દ્રિયાદિ દ્વારા ઉત્પન્ન થતી સુખની કલ્પના છોડવા જેવી છે. પરભાવ જીવને બંધનું કારણ છે. બંધનું કારણ આસ્રવ છે. માટે જીવે આસ્રવ અને બંધ છોડવા જેવા છે. આ પ્રમાણે ઉપાદેય એટલે વિધિ અને હેય એટલ નિષેધરૂપ ધર્મનું વિધાન છે. વિધિ એ નિશ્ચય દૃષ્ટિયુક્ત છે. નિષેધ એ વ્યવહાર દૃષ્ટિયુક્ત છે. વાસ્તવમાં ધર્મ નિશ્ચયદૃષ્ટિમાં છે. જેમકે ક્રોધ ન કરવો એ ધર્મ છે. આ વિધાન નિષેધાત્મક હોવાથી વ્યવહાર કથન છે, તેનાથી ધર્મની પ્રાપ્તિ ન થાય, વળી કોઈવાર બહારથી શાંત રહે પણ અંતરમાં ક્રોધનું પરિણમન ચાલુ રહે. જ્યારે વિધિરૂપે નિશ્ચયષ્ટિયુક્ત વિધાન એ છે કે જીવ ક્રોધ સ્વરૂપે નથી, સમતા સ્વરૂપ છે. માટે સમતા રૂપ પરિણતિ એ વિધેયાત્મક ધર્મ ના રાજા રામ રામ રામ આપ ણા - wwwwwwwwwwwwwwwwwwww - જીવ અને પુદ્ગલના પરસ્પર યોગથી આગ્નવઆદિ થાય છે, છતાં બંનેની ક્રિયા પોતપોતાના ગુણધર્મ પ્રમાણે થાય છે. છતાં બંને એક ક્ષેત્રમાં હોવાથી અને જીવમાં વેદન ગુણ હોવાથી તે પરિણમનનો અનુભવ આત્મા કરે છે. જેમકે ક્રોધરૂપ પરિણમન એ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય છે. પરંતુ એ ઉદયમાં ઉપયોગ-આત્માનું ભળી જવાપણું એ તે સમયની આત્માની વૈભાવિક પર્યાય છે. તેથી આત્મા ક્રોધરૂપ મનાય છે. છતાં જો કે તે સમયે આત્મદ્રવ્ય તો કેવું છે તેવું શુદ્ધપણે છે, છતાં તેના પ્રદેશો પર પર્યાયમાં આવતા વિકારનું આવરણ આવે છે. છતાં આત્મા તેનાથી ભિન્ન હોવાથી તે પ્રકૃતિને ટાળી શકાય છે. આમ આત્મા અને આસ્રવનું ભિશપણું જાણવું અને સ્વીકારવું તે અધ્યાય : દ• તત્ત્વદોહન : 211 - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org