________________ સામાન્ય કરતા અને અપુનબંધકથી આરંભી ૧૦મા ગુણસ્થાનક સુધી દરેક આત્મા મોક્ષ માટે ધર્મ કરે છે. તે ટૂંકમાં જેટલે અંશે રાગદ્વેષની પરિણતિ ઓછી તેટલો આસ્રવ અલ્પ અને સંવર નિર્જરા વધુ થાય છે. અપુનબંધકથી સમ્યગૃષ્ટિ, સમ્યગદૃષ્ટિથી દેશવિરતિ, તેમ ઉત્તરોત્તર ગુણસ્થાનકની ચઢતી દશામાં રાગદ્વેષ ન્યૂન થતા જાય છે. તેમ તેમ આસ્રવો ઘટે છે. સંવર નિર્જરારૂપ અધ્યવસાયની વૃદ્ધિ થાય છે. ઘાર્મિક અનુષ્ઠાનોના નિમિત્તો સંવરનિર્જરાનું કારણ હોવાથી તે મોક્ષના પ્રયોજનભૂત છે. પરંતુ ઘર્મઅનુષ્ઠાનો સમયે જીવની દશા પ્રમાણે સાથે રહેલી શુભાશુભ એવી રાગદ્વેષની પરિણતિ શુભાશુભ આન્સવનું કારણ બને છે. ફક્ત શુદ્ધ આત્મ પરિણામ નિર્જરાનું કારણ છે. તત્ત્વદોહન ) અધ્યાય ૧થી 5 સુધીમાં જીવ અને અજીવ બે તત્ત્વોનું કથન કર્યા પછી હવે અધ્યાય માં આમ્રવનું સ્વરૂપ જણાવે છે. વાસ્તવમાં આગ્નવ એ જીવની વૈભાવિક અવસ્થા છે. પછી તે પાપ રૂપે હો કે પુણ્યરૂપે હો. અને આ આસ્રવ એ તત્ત્વદૃષ્ટિએ મિથ્યા ચારિત્ર છે. જીવને બંધનું કારણ છે. આઠે કર્મબંધના કારણો તથા ચારે ગતિનું આવાગમન થવાના કારણોનું આ અધ્યાયમાં આસ્રવ તરીકે નિરૂપણ કર્યું છે. જીવાદિ તત્ત્વો આમ તો જીવની ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. દરેકનું પરિણમન સ્વતંત્ર હોવા છતાં, તે તે તત્ત્વોનો જીવ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો આ સાત તત્ત્વોમાંથી જીવનો અન્ય સાથે સંયોગ સંબંધ ન હોય તો એ તત્ત્વોનું અસ્તિત્વ પણ ન હોય. આવો જીવ અને પુલનો સંયોગ એ જીવની સંસારયાત્રા છે. || આ સાત તત્ત્વોમાં પુણ્યાગ્નવ અને પાપામ્રવને અલગ ગણતા તત્ત્વો નવ થાય છે. આ નવ તત્ત્વમાં પ્રથમ તો શેય, ઉપાદેય અને હેયનો વિનિમય થઈ જાય તો શ્રદ્ધાનું યથાર્થ પરિણમન થાય. 210 જ તત્ત્વમીમાંસા - આ ના કબજાજ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org