________________
ઉપભોગવંતરાયઃ એક વસ્તુ અનેકવાર ભોગવી શકાય. વસ્ત્ર, પાત્ર, સ્ત્રીપુરુષનો યોગ વગેરે. તેમાં વિઘન થવું. અન્યને તેમ થવામાં વિજ્ઞ કરવું.
વીયતરાય : શક્તિ હોવા છતાં પુરુષાર્થ ન થઈ શકે. અન્યની શક્તિનો હ્રાસ કરવો. તપાદિ કરવામાં હતોત્સાહ કરવો.
જે જે કર્મોના જે જે આગ્નવો છે તે આગ્નવોની હયાતીમાં અન્ય કર્મો બંધાય છે. સંસારી જીવ દરેક સમયે સાત કર્મોનો અને આયુષ્યબંધ સમયે આઠ કર્મો બાંધે છે. છતાં અહીં જે આસવોના વિભાગો દર્શાવ્યા છે તે રસબંધને ઉદેશીને છે. પ્રકૃતિ આદિ ચાર પ્રકારમાં રસબંધની વિશેષતા છે. એક્સાથે અનેક પ્રકૃતિનો બંધ પ્રદેશ બંધની અપેક્ષાએ છે. પ્રકૃતિવાર ગણાવેલા આવો માત્ર તે તે કર્મપ્રકૃતિમાં રસબંધનું કારણ
જેમકે દાનમાં વિઘ્ન કરવામાં, અસાતાને યોગ્ય અધ્યવસાય આત્મામાં ઉત્પન્ન થાય ત્યારે દાનાંતરાય કે અસતાવેદનીયના કર્મબંધની સાથે અન્ય જ્ઞાનાવરણીય આદિ કર્મનો બંધ થાય પણ જેની મુખ્યતા હોય તેનો રસબંધ ઘણો પડે, તે કર્મ તીવ્રતાવાળું હોય, અન્ય કર્મોમાં રસ ન્યૂન પડે, એમ અન્યોન્ય આગ્નવો વિષે જાણવું.
સંયમ દેશવિરતિ આદિથી જો દેવગતિ મળતી હોય તો તે આગ્નવો છે તે ધર્મ કેમ કહેવાય ?
જિનેશ્વર ભગવાને માર્ગની પ્રરૂપણા નિશ્ચય અને વ્યવહાર બે નયોથી કરી છે.
નિશ્ચયનયથી દેશવિરતિ આદિ ધર્મ સંવર અને નિર્જરાનું કારણ છે, છતાં વ્યવહારનયને આશ્રયીને દેશવિરતિ આદિ દેવગતિનું કારણ જણાવ્યું છે. તેમાં દેવગતિનું કારણ સંયમરૂપ શુદ્ધ ધર્મ નથી, પરંતુ તે દશામાં રહેલી શુભ યોગ દેવગતિનું કારણ છે. અર્થાત્ પ્રશસ્ત રાગ-દ્વેષની પરિણતિ સંયમમાં જેટલે અંશે હોય તેટલે અંશે આમ્રવનું કારણ બને છે. અપ્રશસ્ત રાગદ્વેષ અશુભ આમ્રવનું કારણ બને છે.
wwwwww
MMMMMMMMM
-
અધ્યાય : ૬ • સૂત્ર : ૨૬ જ ૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org