________________
સમયે સેવા કરવી.
૧૦. અરિહંત ભક્તિ ઃ શગાદિ અઢાર દોષોથી રહિત અરિહંતના ગુણોની સ્તુતિ, વંદન, પૂજા, ભક્તિ કરવી.
૧૧. આચાર્ય ભક્તિઃ પંચમહાવ્રતધારી, સમિતિ ગુપ્તિના પાલનકર્તા, ઇન્દ્રિયોનો જય કરનારા ૩૬ ગુણો યુક્ત આચાર્યના બહુમાન સહિત ભક્તિ-વંદન કરવા.
૧૨. બહુશ્રુત ભક્તિઃ ઘણા શાસ્ત્ર-આગમના જ્ઞાતા એવા બહુશ્રુતનો વિનય કરવો, પ્રશંસા કરવી, નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો. ૧૩. પ્રવચન ભક્તિ ઃ આગમાદિનો નિરંતર અભ્યાસ કરવો, પરાવર્તન કરવું, અન્યને અભ્યાસ કરાવવો.
:
૧૪. આવશ્યક અપરિહાણિ : (અત્યાગ) સામાયિક આદિ આવશ્યક ક્રિયાઓનો ત્યાગ ન કરવો. વિધિપૂર્વક ઉપયોગસહિત સર્વ આવશ્યક ક્રિયાઓ કરવી.
૧૫. મોક્ષમાર્ગ પ્રભાવનાઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર એ મોક્ષમાર્ગ છે, તેનું પાલન કરવું અને તેનો પ્રચાર ઉપદેશ દ્વારા કરવો.
૧૬. પ્રવચનવાત્સલ્ય ઃ અહીં પ્રવચનનો અર્થ શ્રુતધર તથા મુનિ ભગવંતો જાણવા, બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, શિક્ષા દેનારા ગુરુ ભગવંતો પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો. તેમની તમામ જરૂરિયાત સંભાળવી, સાધર્મિક પ્રત્યે માતા જેવો નિર્મળભાવ રાખવો.
આ આસ્રવોના સેવનથી જગતના સર્વ જીવો પ્રત્યે અત્યંત વિશિષ્ટ પ્રકારની કરુણા ઊપજે છે ત્યારે તીર્થંકર નામકર્મનો બંધ દૃઢ થાય છે. તીર્થંકરના જીવો તીર્થંકરના ભવથી આગળના ત્રીજા ભવે અરિહંત આદિ વીસ સ્થાનકની આરાધના કરે છે અને સર્વ જીવોનું કલ્યાણ થાય તેવો પ્રયત્ન કરે છે. તે ભાવનાની ચરમસીમા તીર્થંકર નામકર્મને નિકાચિત
કરે છે.
Jain Education International
૨૦૬ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org