________________
-----------
-
--
-----
---
-----
નામ
ના
જ્ઞાન-ઉપયોગ-સંવેગી, શક્તિતઃ-ત્યાગતપસી સંઘ-સાધુ-સમાધિ વૈયાવૃન્યકરણે અહંદાચાર્ય-બહુશ્રુત-પ્રવચનભક્તિઃ આવશ્યક અપરિહાણિક, માર્ગપ્રભાવના પ્રવચનવત્સલત્વમિતિ
તીર્થકૃત્ત્વસ્ય ૬-૨૩ દર્શનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલ, વ્રતોમાં અત્યંત અપ્રમાદ જ્ઞાનમાં નિરંતર ઉપયોગ તથા સંવેગ, શક્તિ પ્રમાણે ત્યાગ, તપ, સંઘ ને સાધુનું સમાધાન વૈયાવૃજ્ય કરવા, અરિહંત, આચાર્ય, બહુશ્રુત તથા પ્રવચનની ભક્તિ કરવી, આવશ્યક ક્રિયાનો અત્યાગ, મોક્ષમાર્ગની પ્રભાવના, પ્રવચન વાત્સલ્ય, તીર્થકર નામકર્મના આસવો છે.
૧. દર્શનવિશુદ્ધિઃ વીતરાગે કહેલાં તત્ત્વો પર અચળ શ્રદ્ધા, શંકારહિત અતિચાર રહિત સમ્યગુદર્શનનું પાલન.
૨. વિનયસંપન્નતા : સમ્યગૃજ્ઞાન આદિ મોક્ષમાર્ગ, અને તેના સાધનો પ્રત્યે બહુમાન-વિવેક રાખવો. *
૩. શીલ : વ્રતોનું પ્રમાદ રહિત નિરતિચારપણે પાલન કરવું. ૪. જ્ઞાનોપયોગઃ ભીÍ=નિરંતર, તત્ત્વના જ્ઞાનમાં નિરંતર જાગ્રત.
૫. અભીષ્ણ સંવેગ : સંસારના સુખથી વિમુખ અને મોક્ષના સુખની અભિલાષારૂપ પરિણામ.
૬. યથાશક્તિ ત્યાગ : પોતાની શક્તિ પ્રમાણે સુપાત્રે દાનાદિ કરવા.
૭. યથાશક્તિ તપ : શક્તિ પ્રમાણે સહનશીલતા રાખવી તથા તપ કરવું.
૮. સંઘ-સાધુ-સમાધિકરણ : ચતુર્વિધ સંઘ, તેમાં સવિશેષ સાધુ સાધ્વીજનો સ્વસ્થપણે સંયમનું પાલન કરી શકે તેમ કરવું. ૯. સંઘ-સાધુ-વૈયાવૃજ્ય : ચતુર્વિધ સંઘમાં કોઈને પણ આપત્તિ
અધ્યાય : ૬ • સૂત્રઃ ૨૩ ૪ ૨૦૫
અને રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org