________________
૩. પરાધીનપણે અગર અન્યના કહેવાથી અસદ્ પ્રવૃત્તિ કે વૃત્તિના ત્યાગથી થતી નિર્જરા અકામ નિર્જરા છે.
૪. વિવેક રહિત કરેલાં તપ તે બાલતપ છે, જેમાં લૌકિકભાવની કે સુખની અપેક્ષા હોય છે તે બાલતપ છે.
દેવગતિના આસવમાં મુખ્યત્વે શુભ પરિણમન હોય છે. એટલે સમ્યદૃષ્ટિ આત્મા પણ દેવાયુ બાંધે છે.
અશુભ નામકર્મના આસવો
योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નામ્નઃ યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નામ્નઃ
૬-૨૧
૬-૨૧
૬-૨૧
મન, વચન અને કાયા એ ત્રણ યોગોની વક્રતા-કુટિલતા સહિત પ્રવૃત્તિ તથા વિસંવાદન (વિપરીત પ્રવૃત્તિ) અશુભનામકર્મબંધના હેતુ છે.
૧. યોગવક્રતા : એટલે મનથી ચિંતવવું કંઈ, બોલવું કંઈ, અને કરવું વળી એનાથી જુદું.
૨. વિસંવાદન : પૂર્વ કરેલા કે કહેલા કાર્યથી વિપરીત પ્રવૃત્તિ કરાવવી, કોઈને આડે માર્ગે ચઢાવવો, સ્નેહીઓ વચ્ચે અંતર પડાવવું. યોગવક્રતામાં સ્વને આશ્રયીને પ્રવૃત્તિ કે પરિણામ થાય છે, વિસંવાદનમાં અન્યના વિષયમાં પોતે નિમિત્ત થાય છે.
જેમકે પોતાની વિરુદ્ધ પ્રવૃત્તિ તે વચનયોગ વક્રતા અને વચનયોગ વક્રતાને કારણે અન્યની વિરુદ્ધ પ્રવૃત્તિ કે બોલવાનું થાય તે વિસંવાદન.
ભયનેકારણે ખોટું બોલે તે વચનયોગ વક્રતા છે અને અન્યને લડાવવા ખોટું બોલે તો તે વિસંવાદન છે.
આ ઉપરાંત મિથ્યાદર્શન, પરનિંદા, ચંચળતા, અનીતિ, આત્મપ્રશંસા, પરદ્રવ્યહરણ, આરંભ, પરિગ્રહ, અસત્ય કે કઠણ વચન
અધ્યાય ઃ ૬ • સૂત્ર : ૨૧ ૪ ૨૦૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org