________________
રતિ-પ્રીતિ; અરતિ-અપ્રીતિ
ધારોકે એક વ્યક્તિ પર અભાવ છે, તેના સુખની વાત સાંભળીને તમને અસુખ થશે તે અતિ છે અને તે વ્યક્તિના દુઃખની વાત સાંભળીને સુખ ઊપજશે તે રતિ મોહનીય છે.
અન્યને પીડા ઉપજાવવી, હલકા જનોની સોબત કરવી તે પણ અતિ મોહનીયના કર્મબંધનું કારણ છે. પોતે શોકાતુર રહેવું અને અન્યને શોકમગ્ન કરવા તે શોક મોહનીય કર્મબંધનું કારણ છે. પોતે ભય પામવો, અન્યને ભય પમાડવો તે ભયમોહનીય કર્મબંધનો હેતુ છે.
હિતકર વચન અને આચારની અવગણના કરવી તે જુગુપ્સા મોહનીય કર્મબંધનો હતુ છે.
અન્યને છેતરવા, પરદોષદર્શનકરવું તે સ્ત્રીવેદના આસ્રવ છે. અનુક્રમે સ્ત્રીજાતિ, પુરુષજાતિ અને નપુંસકજાતિને યોગ્ય વાસના સેવવી તે તે વેદકર્મબંધના હેતુ છે.
કોઈપણ કષાયજનિત પરિણામ કર્મનો તીવ્ર સંબંધ કરાવે છે અને પુનઃ તેવી પ્રકૃતિનું સર્જન-બંધ કરે છે, એમ સંસારપરિભ્રમણનું ચક્ર સતત ચાલ્યા કરે છે. આ પ્રકારોને જાણીને તેનાથી દૂર થવા ગુરુઆજ્ઞાએ જો પ્રવૃત્તિ થાય તો કષાયજનિત પરિણામ નષ્ટ થવાથી સંસાર અનુક્રમે નષ્ટ થાય છે.
નરકગતિના આયુષ્યના આસ્રવો
૬-૧
बारम्भ - परिग्रहत्वं च नारकस्यायुषः બહારંભ-પરિગ્રહત્વ ચ નારકસ્યાયુષઃ બહુ-આરંભ-પરિગ્રહત્વ ચ નારકસ્ય આયુષઃ
૬-૧૬
૬-૧૬
અતિશય આરંભ અને પરિગ્રહ નરકાયુના આસ્રવ છે. આરંભ : અન્ય જીવોને દુઃખ કે વધ થાય તેવી કષાયયુક્ત પ્રવૃત્તિ કરવી, આરંભ.
Jain Education International
૨૦૦ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org