________________
નથી, તેમ કહેવું.
આ ઉપરાંત મિથ્યામાન્યતાનો, તીવ્ર પરિણામ, જિનમાર્ગથી ઉત્સૂત્ર પ્રરૂપણા, ધર્માત્માઓનાં દૂષણો જોવાં, પોતાની માન્યતાનું અભિમાન, અસદ્ગુરુ આદિમાં શ્રદ્ધા અને સવાદિમાં અશ્રદ્ધાન એ દર્શનમોહનીય કર્મબંધનો હેતુ છે. સંસારનું મૂળ આ દર્શનમોહનીય છે. આથી પરમાર્થમાર્ગના સાધકે મિથ્યાત્વને ત્યજવા આવા અવર્ણવાદનો ત્યાગ કરવો. જાણે-અજાણે પણ તેમ કહેવાથી આસવ થાય છે.
સામાન્યપણે જગતમાં જીવો થોડું જાણતા થાય ત્યારે અલ્પમતિને કારણે, જાણેલું ખોટું હોય તેવા વિપરીત જ્ઞાનને કારણે અને મુખ્યત્વે અજ્ઞાનને કારણે અવર્ણવાદમાં પડે છે અને અહંકાર તેને આનું પરિણામ જણાવા દેતું નથી, એથી દર્શનમોહનીય કર્મ જીવને બંધાય છે. હોય તો ગાઢ થતું જાય છે. જેને સંસારના પરિભ્રમણને ક્ષીણ કરવો છે. તેણે અવર્ણવાદ-નિંદારસનો ત્યાગ કરવો. જિનાજ્ઞા પ્રમાણે ચાલવું. ચારિત્રમોહનીયકર્મના આસવો
कषायोदयात् तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य
૬-૧૫
૬-૧૫
કષાયોદયાત તીવ્રાત્મપરિણામશ્ચારિત્રમોહસ્ય કષાયોદયાત્ તીવ્ર-આત્મ-પરિણામઃ ચારિત્રમોહસ્ય ૬-૧૫
કષાયના ઉદયથી આત્માના અત્યંત સંક્લિષ્ટ પરિણામો ચારિત્રમોહનીયકર્મના આસ્રવો છે.
કષાયમોહનીયકર્મના ઉદયથી સ્વયં તીવ્ર ક્લિષ્ટ પરિણામ કરવા અને અન્યને કરાવવા, તુચ્છ પ્રવૃત્તિ કરવી, કષાયમોહનીયકર્મબંધના કારણો છે. (ક્રોધ, માન, માયા, લોભ કષાયો છે)
સત્યધર્મનો ઉપહાસ કરવો, અન્યની હાંસી કરવી હાસ્ય મોહનીય કર્મબંધનો હેતુ છે.
વિવિધ વિષયજનિત ક્રીડામાં પ્રવૃત્ત રહેવું. તે રતિ મોહનીય અને વ્રતનિયમમાં અણગમો અરતિમોહનીયના બંધનું કારણ છે.
અધ્યાય ઃ ૬ • સૂત્ર : ૧૫ ૪ ૧૯૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org