________________
વડીલો-ગુરુજનોની સેવા, મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ પણ કારણરૂપ
છે.
દર્શનમોહનીયના આસ્રવો
વૃત્તિ
૬-૧૪
केवलि - श्रुत-सङ्घ- धर्म - देवाऽवर्णवादो दर्शनमोहस्य કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવાડવર્ણવાદો દર્શનમોહસ્ય ૬-૧૪ કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવ-અવર્ણવાદો દર્શનમોહસ્ય ૬-૧૪
કેવળિનો, શ્રુતનો, સંઘનો, ધર્મનો, અને દેવોનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે. કર્મબંધનો હેતુ છે. અવર્ણવાદ : દુર્બુદ્ધિથી ખોટુ બોલવું. કેવળી : સર્વથા રાગદ્વેષરહિત, પૂર્ણ જ્ઞાનયુક્ત.
૧. કેવળી અવર્ણવાદ : કેવળીના સર્વજ્ઞપણાનો અસ્વીકાર કરવો. કેવળી છતાં મોક્ષનો માર્ગ તમાદિથી કઠણ બતાવ્યો તેમ કહે કે નિગોદમાં અનંત જીવોનું હોવું અમાન્ય ગણે વગેરે.
૨. શ્રુત અવર્ણવાદ : શાસ્ત્રમાંથી ખોટા દોષો કાઢી કહેવા. શાસ્ત્રો પ્રાકૃત ભાષામાં શા માટે રચાયા ? શાસ્ત્રોમાં નિરર્થક વર્ણન પુનઃ પુનઃ આવે છે વગેરે તુચ્છભાવ કરીને બોલવું.
૩. સંઘ અવર્ણવાદ : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ છે, તેમના ખોટા દોષો જોવા. કેમકે સાધુ-સાધ્વી સ્નાન કરતા નથી. તપાદિથી ખોટું દમન કરે છે. શ્રાવક-શ્રાવિકાઓ દાનાદિ પ્રવૃત્તિ અયોગ્યપણે કરે છે. સમજ વગર ક્રિયા કરે છે.
૪. ધર્મ અવર્ણવાદ : પંચમહાવ્રતાદિની નિંદા કરવી, અને કહેવું કે ધર્મનું કંઈ પ્રત્યક્ષ ફળ નથી. વળી ધર્મ કરતાં સુખી થવાય તેવું નથી. ધર્મરહિત જીવો સુખી હોય છે. (સાંસારિક સુખને સુખ માનીને બોલે છે.)
૫. દેવોનો અવર્ણવાદ : દેવોનું અસ્તિત્વ ન સ્વીકારવું. જો તેઓ શક્તિવાળા હોય તો જગતનું કે તેમના સ્વજનોનું દુઃખ કેમ દૂર કરતા
૧૯૮ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org