________________
આદિ યોગ, ક્ષાન્તિ, શૌચ એ સાતાવેદનીયકર્મબંધના હેતુઓ છે. (આસ્રવો).
ભૂત = જીવ; અનુકંપા = દયા (અન્યનું દુઃખ જોઈ થતી લાગણી) ૧. ભૂતાનુકંપા : જીવમાત્ર ઉપર દયાની લાગણી થવી.
૨. નૃત્યનુકંપા : (વ્રતી) ગૃહસ્થદશાવાળા અલ્પવ્રતધારી કે સાધુજનો સર્વાંશે વ્રતધારી બંને પ્રત્યે તેમની જરૂરિયાત માટે વિશેષ ભાવ થવો. ૩. દાન : સ્વ-પરના હિત માટે નમ્રપણે પોતાની ધનાદિ વસ્તુ અન્યને આપવી.
૪. સરાગ સંયમાદિયોગ : સંયમ હોવા છતાં અલ્પ પણ બાય (સંજ્વલન) હોય તેને સરાગ સંયમ કહેવાય છે. મુનિને પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્તિ છે તે સંયમ છે, પણ અલ્પ કષાયનો ઉદય હોવાથી તે સરાગ સંયમ છે.
૫. સંયમાસંયમ : દેશિવરતિપણામાં છે. આંશિક સંયમ, તે સંયમાસંયમ
૬. અકામનિર્જરા : સમજરહિત-જ્ઞાનરહિત થતી નિર્જરા કે જેમાં ઉદય કર્મની નિર્જરા થાય પણ પુનઃ નવું કર્મ બંધાય.
અકામ : ઇચ્છા રહિત પરાધીનપણે કર્મોનો નાશ થવો. જેમકે રોગને કારણે વિષયભોગ ન કરવો. વસ્તુના અભાવમાં વિષયસુખ ન મળે. અન્યને ઉપકાર કરે. દુઃખને શાંતિથી સહન કરે વગેરેમાં ધર્મદૃષ્ટિ કે આત્મલક્ષ્ય ન હોવાથી દુઃખ સહન કરે છતાં તે અકામ નિર્જરા છે.
૭. બાલતપ : અજ્ઞાનવશ વિવેકરહિત મિથ્યાદૃષ્ટિ જીવ જળપતન કે અગ્નિપ્રવેશ કરે. પંચાગ્નિ વગેરે તપ તપે, તે બાલતપ છે.
૮. ક્ષાંતિ : (ક્ષમા) કષાયોનું શમન. સવિશેષ ધર્મદૃષ્ટિએ થતું
શમન.
આ સર્વે સાતાવેદનીયના આસ્રવો છે. તે ઉપરાંત ધર્મભાવના, તપાદિનું આરાધન, તપસ્વી વગેરેની વૈયાવચ્ચ, જિનભક્તિ, ગુરુ આજ્ઞા,
અધ્યાય :
Jain Education International
.
સૂત્ર : ૧૩ ૪ ૧૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org