________________
શોક : ઇષ્ટ વસ્તુ કે વ્યક્તિના વિયોગથી થતો ખેદ કે ચિંતા. તાપ : અપમાન થવાથી હૃદયમાં બળ્યા કરવું. આક્રંદન : હૃદયમાં દુઃખ થવાથી રડવું, કૂટવું વગેરે.
વધ : અન્યના પ્રાણનો વિયોગ કરવો, લાકડી આદિથી પ્રહાર કરી અંગોને હાનિ કરવી.
પરિદેવન : ઉપકારી જીવોના વિયોગથી વિલાપ કરી અન્યના હૃદયમાં લાગણી-દયા ઉત્પન્ન કરવી.
ઉક્ત દુ:ખ આદિ છ કારણો તથા અન્યને તાડન-પીડન કરવું. અનીતિ, વિશ્વાસઘાત, નિર્દયતા, પરનિંદા, મહાઆરંભ પરિગ્રહ આદિ પોતાનામાં, અન્યમાં કે ઉભયમાં ઉત્પન્ન કરવામાં આવે ત્યારે અસાતાવેદનીય આસ્રવનું કારણ બને છે.
તપાદિ દ્વારા સ્વેચ્છાએ સાધકો દુઃખ સહન કરે છે તેમાં સવૃત્તિ છે. તથા તે દ્વારા કર્મોને નષ્ટ કરવાનો આશય છે. વળી સાધકને તપ જેવા અનુષ્ઠાનમાં દુઃખનો ભાવ થતો નથી. વળી દુઃખદ પરિસ્થિતિમાં સમભાવે દુઃખને સહન કરે છે તેથી વર્તમાન કર્મ તો દૂર થાય છે, પણ નવો કર્મબંધ થતો ન હોવાથી અનુક્રમે તે સાધક કર્મથી સર્વથા મુક્ત થઈ જાય છે.
સાતાવેદનીય કર્મના આસવો
भूतव्रत्यनुकम्पा, दानं, सरागसंयमादियोगः
क्षान्तिः शौचमिति सवेद्यस्य ભૂતવ્રત્યનુકમ્પા, દાનં, સરાગસંયમાદિયોગઃ
ક્ષાન્તિઃ શૌમિતિ સદ્યસ્ય ભૂત-વ્રતી-અનુકંપા, દાનં, સરાગસંયમાદિ યોગઃ ક્ષાન્તિઃ શૌચમિતિ સદ્યસ્ય
Jain Education International
-૧૩
૬-૧૩
૬-૧૩
ભૂત અનુકંપા, વ્રતી અનુકંપા, દાન, સરાગ સંયમ,
૧૯૬ ૪૭ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org