________________
પોતાની અવળી કે અલ્પ મતિથી તેમાં દૂષણ જોવું અને પ્રગટ કરવું. જ્ઞાનીનાં વચન અસત્ય માનવાં. જ્ઞાનનાં સાધનોનો નાશ કરવો.
આ ઉપરાંત રોજના વ્યવહારમાં થતી અશુદ્ધિ પણ જ્ઞાનાવરણીય કર્મબંધનો હેતુ થાય છે.
જેમકે પુસ્તક-માળા આદિને ભૂમિ પર મૂકવાં, ગમે ત્યાં ફેંકી દેવાં, થૂંક વગેરે લાગવું, સાથે રાખી મળમૂત્રાદિની ક્રિયા કરવી, એંઠા મુખે બોલવું, પગ લાગવો, લખેલા અક્ષરોવાળા કાગળોનો ખાવામાં કે અન્ય રીતે ઉપયોગ કરવો, મુહપત્તી જેવાં ઉપકરણ પર ગ્રંથ મૂકવાં વગેરે. દર્શનાવરણીયકર્મના આસવો જ્ઞાનાવરણીયકર્મબંધના હેતુ પ્રમાણે જાણવા. કારણ કે જ્ઞાન જીવનો વિશેષ ગુણ છે. દર્શન જીવનો સામાન્ય ગુણ છે.
૩:વ-શોજ-તાપાર્શન-વધ-વેિવનાન્યાત્મ
परोभयस्थान्यसवेद्यस्य દુઃખ-શોક-તાપાક્રન્દન-વધ-પરિદેવનાન્યાત્મ
પરોભયસ્થાન્ય સદસ્ય દુઃખ-શોક-તાપાક્રન્દન-વધ-પરિદેવન
અન્ય-આત્મ-પર-ઉભયસ્થાનિ, અસદ્યસ્ય ૬-૧૨
દુઃખ, શોક, સંતાપ, આક્રંદ, વધ, પરિવેદન, સ્વયં અનુભવે કે અન્યને ઉપજાવે, અથવા સ્વ-પર બંનેમાં ઉપજાવે તે ત્રણે પ્રકારે અસાતાવેદનીય કર્મના આસવ બને છે.
Jain Education International
દુઃખ : બાહ્ય સંયોગ કે આંતરિક ચિંતા જેવા કારણથી અસાતાવેદનીયકર્મના ઉદયથી થતી પીડા. આ દુઃખમાં દીનતા કે કષાય ભાવ હોય છે, તેથી આસવનું કારણ બને છે. આત્મશ્રેય માટે સમતાથી દુઃખ સહેવામાં કર્માસ્રવ થતો નથી.
અધ્યાય : ૬
•
૬-૧૨
સૂત્ર : ૧૨ ૪ ૧૯૫
૬-૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org