________________
---
--
-
--
---
આજ
ભિન્ન ભિન્ન બંધ હેતુનું (આસવ) વર્ણન કરે છે.
જ્ઞાન, જ્ઞાની, અને જ્ઞાનનાં સાધનો સંબંધી યથાસંભવ પ્રદોષ, નિતવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપઘાત એ છે જ્ઞાનાવરણીયકર્મના; તે પ્રમાણે દર્શન, દર્શની, દર્શનનાં સાધનો વિષે યથાસંભવ પ્રદોષ આદિ છ દર્શનાવરણીય કર્મના આસ્રવ છે.
૧. પ્રદોષ : ષ, અરુચિ. જ્ઞાન-તત્ત્વજ્ઞાન આદિની વાચના વ્યાખ્યાન, કે અભ્યાસ પ્રત્યે દ્વેષ કે અરુચિ થવી. જ્ઞાનીની પ્રશંસા પ્રત્યે દ્વેષ થવો, અનાદર થવો. જ્ઞાનનાં સાધનો, પ્રતિમા, શાસ્ત્રો, ધર્મનાં ઉપકરણો જોઈ તેના પ્રત્યે અભાવ કે દ્વેષ થવો.
૨. જ્ઞાન નિદ્ભવ : નિદ્વવ (છુપાવવું-ગોપવવું). પોતાની પાસે જ્ઞાન હોવા છતાં પ્રમાદ આદિને કારણે પોતે જાણતો નથી તેમ કહી અન્યને ભણાવે નહિ. પોતે જેની પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને સમય આવે અપ્રગટ રાખે. જ્ઞાનનાં સાધનો હોવા છતાં અન્યને સંકુચિતતાથી આપે નહિ.
૩. જ્ઞાનમાત્સર્ય : (ઈર્ષા) પોતાની પાસે જ્ઞાન હોવા છતાં અન્ય પોતાના કરતાં વિશેષતા પામશે તેમ માની જ્ઞાન આપે નહિ. વળી જ્ઞાની પ્રત્યે ઈર્ષા રાખે.
૪. જ્ઞાનાંતરાય : અન્યને જ્ઞાનપ્રાપ્તિના કાર્યમાં અંતરાય કરવો, કોઈ અભ્યાસ કરતું હોય ત્યારે તેને નિરર્થક કામ સોંપવું, અન્યનો અભ્યાસ ચાલતો હોય ત્યારે કોલાહલ કરી વિદ્ધ કરવું અને વ્યાખ્યાન આદિ સમયે રોકી રાખવા. જ્ઞાનનાં સાધનો હોવા છતાં આપવા નહિ.
૫. જ્ઞાનાસાદનઃ આસાદન (અનાદર). જ્ઞાનીનો, તેમના વચનનો અનાદર કરવો, તે આસ્રવ છે. જ્ઞાન, જ્ઞાની કે સાધનોનો અનાદર કરવો. વિનય બહુમાન ન કરવું. ઉપેક્ષા કરવી. અવિધિએ ભણવું કે ભણાવવું.
૬. જ્ઞાન-ઉપઘાત : (નાશ) જ્ઞાનીએ વ્યાજબી કહ્યું હોય છતાં
w
૧૯૪ જ તત્ત્વમીમાંસા
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org