________________
આ પ્રકારના નિક્ષેપમાં મૂળહેતુ સૂક્ષ્મ કે સ્થૂલ કોઈ પણ જીવની વિરાધના ન થાય.
૩. સંયોગ = ભેગું કરવું ઃ તેના બે પ્રકાર છે. ૧. આહારપાણી, ૨. ઉપકરણ.
૧. આહારપાણી : અન્ન-જળનું ભેગું કરવું, અથવા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા રોટલી સાથે ગોળ, દાળ, અથાણાં આદિ વસ્તુ ભેળવવી, દૂધમાં સાકર ભેળવવી વગેરે.
૨. ઉપકરણ સંયોગ ઃ વસ્ત્રો કે પાત્રોનું અથવા તેવી અન્ય વસ્તુને ભેગી કરવી. તે સંયોગાધિકરણ છે.
૪. નિસર્ગ = ત્યાગ. તેના ત્રણ ભેદ છે. ૧. મનનિસર્ગ, ૨. વચનનિસર્ગ, ૩. કાયનિસર્ગ
(૧) મનોનિસર્ગ : શાસ્ત્ર વિરુદ્ધ વિચારવું. અર્થાત્ મનરૂપે પરિણમેલા પુદ્ગલોનો આ રીતે (વિચારીને) ત્યાગ, એ વિચાર છે.
(૨) વચનનિસર્ગ : શાસ્ત્ર વિરુદ્ધ બોલવું, તેમાં ભાષારૂપે પરિણમેલા પુદ્ગલોને છોડવા, તે બોલવું.
(૩) કાયનિસર્ગ : શસ્ત્ર, અગ્નિપ્રવેશ કે જળપ્રવેશ દ્વારા કાયાનો ત્યાગ કરવો.
ઉપરનું વર્ણન સામાન્યપણે થતાં આસ્રવનું છે. तत्प्रदोष-निह्नव मात्सर्यान्तरायासादनोपघाता
ज्ञान- दर्शनावरणयोः તત્પદોષ-નિહવ-માત્સર્યાન્તરાયાસાદનોપઘાતા જ્ઞાન-દર્શનાવરણયોઃ તત્-પ્રદષ-નિહવ-માત્સર્ય-અન્તરાય-આસાદન ઉપઘાતા-જ્ઞાન-દર્શનાવરણયોઃ
Jain Education International
અધ્યાય : ૬
કર્મના આઠ પ્રકારમાંથી પ્રત્યેક કર્મના કષાયસહિત
સૂત્રઃ ૧૧ ૪ ૧૯૩
•
૬-૧૧
For Private & Personal Use Only
૬-૧૧
૬-૧૧
www.jainelibrary.org