________________
અજીવ અધિકરણના ભેદો
निर्वतना- निक्षेप-संयोग-निसर्गा द्वि-चतुर्द्वि-त्रिभेदाः परम्
નિર્વતના-નિક્ષેપ-સંયોગ-નિસર્ગા,
દ્વિ-ચતુઃ-દ્વિ-ત્રિ-ભેદાઃ પરમ્
દ્વિ-ચતુઃ, દ્વિ-ત્રિ-ભેદાઃ પરમ્
નિર્વર્તના, નિક્ષેપ, સંયોગ, નિસર્ગ, એ ચારે પ્રકારે બીજું અજીવાધિકરણ છે, તેના અનુક્રમે ૨, ૪, ૨, ૩ ભેદો છે.
નિર્વતના-નિક્ષેપ-સંયોગ-નિસર્ગા,
=
નિર્વર્તના = રચના. નિક્ષેપ = મૂકવું. સંયોગ = જોડવું. નિસર્ગ = ત્યાગ. પરમ્ (બીજું અજીવાધિકરણ)
૧. નિર્વર્તના : (રચના) નિર્વર્તનાના બે ભેદ છે ઃ ૧. મૂલગુણ (આવ્યંતર) મુખ્ય; ૨. ઉત્તરગુણ (બાહ્ય)
ગૌણ
૬-૧૦
Jain Education International
૬-૧૦
મૂલગુણ : ઔદારિક આદિ પાંચ શરીર, ભાષા, મન અને શ્વાસોચ્છ્વાસની રચના, મૂલગુણ એટલે મુખ્ય, હિંસા આદિ ક્રિયા કરવામાં કે થવામાં શરીર આદિ મુખ્ય સાધન છે. કારણ કે શુભાશુભ પ્રવૃત્તિમાં તે ઉપયોગી થાય છે. શરીર આદિ પૌદ્ગલિક હોવાથી અજીવાધિકરણમાં મનાય છે.
૬-૧૦
ઉત્તરગુણ નિર્વર્તનાઃ રચનામાં તલવાર આદિ બાહ્ય સાધન છે. કારણ કે તલવાર વડે હિંસાની ક્રિયા થાય છે.
૧૯૨ ૪ તત્ત્વમીમાંસા
નિક્ષેપ = મૂકવું : (૧) ભૂમિને બરાબર જોયા વિના વસ્તુ મૂકવી (૨) ભૂમિને જેમતેમ જોઈને કે પ્રમાર્જન કર્યા વગર વસ્તુ મૂકવી. (૩) શારીરિક નબળાઈ કે પ્રમાદથી વસ્તુ ઉતાવળે ભૂમિને જોયા વગર મૂકી દેવી. (૪) ઉપયોગના અભાવે ભૂમિ જોયા વગર કે પ્રમાર્ષ્યા વગર મૂકી દેવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org