________________
wwwwwwwwwwwwwwwwwwww
શકતો નથી તેથી ઉપરના દેવલોકમાં પણ જઈ શકતો નથી. આમ પુણ્ય પાપની અલ્પાધિકતામાં શરીર પણ એક બાહ્ય સાધન છે. સંઘયણ માટે અધ્યાય ૮, સૂત્ર ૧૨મું જોવું.
અધિકરણ : આઝવની ક્રિયાનાં સાધનો.
સાંસારિક પ્રવૃત્તિની સઘળી સાધનસામગ્રી આસવનું નિમિત્ત હોવાથી તે અધિકરણ છે. તે સામગ્રીમાં આસક્તિની તીવ્રતા-મંદતા પ્રમાણે કર્મબંધ થાય છે. .
હિંસા જેવા કાર્યમાં શસ્ત્રની ઉગ્રતા કે વિપુલતાથી પરિણામમાં તીવ્રતા થાય છે. અને શસ્ત્ર સાધારણ હોય કે અલ્પ હોય તો પરિણામમાં મંદતા થાય છે. એકની પાસે નાનું ચપ્પ હોય અને બીજા પાસે ધારદાર તલવાર હોય તો તે સમયની ક્રિયામાં પરિણામનું અંતર રહે છે.
બાહ્ય આસવની સમાનતા હોવા છતાં તીવ્ર-મંદ, જ્ઞાત-અજ્ઞાતના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે. તો પણ કાષાયિક ભાવની તીવ્રતા-મંદતાની જ કર્મબંધમાં વિશેષતા છે.
અધિકરણના ભેદો अधिकरणं जीवाजीवाः અધિકરણે જીવાજીવાઃ અધિકારણે જીવ-અજીવાઃ
-૮ અધિકરણના જીવ – અજીવ બે ભેદો છે. કેવળ જીવ કે કેવળ અજીવ દ્વારા શુભાશુભ કર્મબંધ થતો નથી. શુભાશુભ બધા જ કાર્ય જીવ-અજીવ બંને દ્વારા સિદ્ધ થાય છે. આથી જીવ અને અજીવ બંને કર્મબંધનું અધિકરણ (સાધન) કહેવાય છે.
જીવ આમ્રવનો કર્તા છે અને અજીવ તેમાં સહાયક છે. આવભાવ મુખ્ય અધિકરણ છે, અને અજીવ દ્રવ્યો ગૌણ અધિકરણ છે. જીવ અધિકરણમાં કષાયાદિ તીવ્ર-મંદભાવનો સમાવેશ થાય છે. તેથી તે જીવગત ભાવધિકરણ છે.
૧૯૦ જે તત્ત્વમીમાંસા
૬-૮
ગાવાનળમાજના નામ પર બનાવવા માગવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org