________________
બંધકરણ સમાન હોવા છતાં પણ પરિણામભેદથી કર્મબંધમાં થતાં ભેદવિશેષનું પ્રતિપાંદન. તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્ય (શક્તિ) અધિકરણના ભેદથી કર્મબંધમાં પણ ભેદ પડે છે.
તીવ્રભાવ : અધિક પરિણામ. મંદભાવ : અલ્પ પરિણામ. ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવામાં રાગાદિની તીવ્રતા તે તીવ્રભાવ અને રાગાદિની મંદતા તે મંદભાવ.
અન્ય જીવની હિંસા કરવામાં પરિણામની તીવ્રતા કે મંદતા હોય છે. આથી કર્મબંધમાં પણ ભેદ પડે છે.
જિનભક્તિ કે ગુરુસેવામાં ક્રિયા સમાન હોવા છતાં ઉલ્લાસ પરિણામમાં ભેદ હોય છે. તે પ્રમાણે પુણ્યબંધમાં પણ ભેદ પડે છે.
જ્ઞાત = જાણીને, આશયપૂર્વક; અજ્ઞાતભાવ = અજાણતાં, આશય રહિત થતી આસવની પ્રવૃત્તિ.
એક દુરાચારી કોઈને શસ્ત્રથી ઘા કરવા જાય છે પણ પેલો માણસ મરતો નથી તો પણ તેને દોષ લાગે છે. કારણ કે તેનાં પરિણામ મારવાનાં હતાં, તેથી તેને ઉત્કટ કર્મબંધ થાય છે. કોઈ ડૉક્ટર દર્દીને બચાવવા શસ્ત્રક્રિયા કરે છે પણ કંઈ ભૂલ થતાં દર્દી મરણ પામે છે. તેમાં ડૉક્ટરે જાણીને કૃત્ય કર્યું નથી. તેને દોષ લાગતો નથી, તેથી તેને ઉત્કટ કર્મબંધ થતો નથી.
વીર્ય : વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રાપ્ત શક્તિ. જેમ શક્તિની વૃદ્ધિ તેમ પરિણામમાં વિશેષ તીવ્રતા. અને જેમાં શક્તિની વ્યક્તિ મંદ તેમ પરિણામમાં મંદતા વધુ હોય. તીવ્ર શક્તિવાળો કે મંદ શક્તિવાળો એક જ પ્રકારની શુભાશુભ ક્રિયા કરે તો પણ પરિણામની તીવ્રતા મંદતા પ્રમાણે કર્મબંધ થાય છે. વળી અત્યંત નબળા સંઘયણવાળો (બાંધો) જીવ સાતમી નરકે જવા જેવા તીવ્ર પાપ કરી શકતો નથી. તેનામાં તેવી શક્તિ નથી. તે પ્રમાણે તે એવા પ્રબળ પુણ્ય પણ કરી
Jain Education International
અધ્યાય : ૬
·
સૂત્ર : ૭ ૪ ૧૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org