________________
સકષાય કષાય સહિત) આત્માનો યોગ સામ્પરાયિક કર્મનો આસ્રવ બને છે, અને અકષાય (કષાયરહિત) આત્માનો યોગ ઇર્યાપથ કર્મનો આસ્રવ બને છે.
સાંપરાયિક = સાંસારિક, ઇર્યાપથ = ગમનાગમન માર્ગ કષાયનો સહયોગ થતા શુભાશુભ આસ્રવ સંસારપરિભ્રમણનો હેતુ બને છે. કર્મબંધ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ ચાર પ્રકારે હોય છે. તેમાં સ્થિતિ અને રસ મુખ્ય છે, તેમાં કષાયની મુખ્યતા છે, મંદ કે પ્રશસ્ત કષાયોના સહયોગથી થતો કર્મબંધ શુભ થાય છે. પ્રશસ્ત રાગ વીતરાગ કે ગુણીજનો પ્રત્યેનો છે. પ્રશસ્ત દ્વેષ અવ્રતાદિ પ્રત્યેનો છે. તે પરંપરાએ મોક્ષનો હેતુ બને છે.
અપ્રશસ્ત કષાયોના સહયોગથી થતો કર્મબંધ અશુભ હોય છે. અપ્રશસ્ત રાગ તે જગતના પૌદ્ગલિક પદાર્થોમાં સુખ પ્રત્યેનો છે અને અપ્રશસ્ત દ્વેષ દુ:ખનાં નિમિત્તો પ્રત્યેનો છે તે સંસારપરિભ્રમણનું જ કારણ છે.
કષાયરહિત ફક્ત યોગો દ્વારા થતો આસવ-બંધ ઇર્યાપથ છે. આ આસ્રવ દ્વારા થતો બંધ કષાયના રસરહિત હોવાથી તેની સ્થિતિ એક સમયની હોય છે. ઇર્યાપથમાં કર્મો પ્રથમ સમયે બંધાય, બીજા સમયે રહે – ભોગવાય અને ત્રીજા સમયે છૂટા પડે. ભીંત પર દડો ફેંકવામાં આવે તો તે તરત જ પાછો નીચે પડે છે. તેમ ઇર્યાપથમાં કર્મો એક જ સમયમાં છૂટાં પડે છે. કષાય સહિત થતાં સાંપરાયિક બંધમાં કર્મો આત્મા સાથે ચીકાશવાળા કપડાં પર રજ ચોંટે તેમ ચોંટી જાય છે. તેનો સમય થાય ત્યાં સુધી રહે છે. અને અબાધાકાળ (સત્તામાં રહેવું) પૂરો થતાં પોતાનું ફળ આપી છૂટાં થાય છે.
ત્રણે પ્રકારના યોગ સમાન હોવા છતાં જો કષાય ન હોય તો ઉપાર્જિત કર્મોમાં રસ અને સ્થિતિનો બંધ થતો નથી, આથી કષાય જ
Jain Education International
અધ્યાય ઃ ૬ • સૂત્ર : ૫ ૪ ૧૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org