________________
આસવનું નિરૂપણ
૬-૨
-૨
૬-૨
स आम्रवः
સ આસવઃ
સઃ આમ્રવઃ
તે (યોગ) આસ્રવ છે.
આસ્ત્રવ એટલે આવવું. કર્મોને આવવાનું નિમિત્ત. મોટા જળાશયમાં જેમ નીક અને નાળા દ્વારા પાણી આવે છે. વળી જેમ ઘરનાં બારીબારણાં ખુલ્લાં હોય તો પક્ષીઓ વગેરે પ્રવેશ કરે છે. તેમ યોગ દ્વારા કર્મરૂપી રજ આત્મપ્રદેશોમાં ચોંટી જાય છે.
યોગ દ્વારા કર્મ આવે છે, કર્મના આવવાથી બંધ થાય છે. એ કર્મબંધનો સમય થતાં ઉદય થાય છે. એ ઉદયથી જીવ સંસારનાં ફળ ભોગવે છે. જો સંસારથી મુક્ત થવું હોય તો કર્મને આવતાં અટકાવવા જોઈએ.
છિદ્રો દ્વારા નૌકામાં જળનો પ્રવેશ થતાં નૌકા સમુદ્રમાં ડૂબી જાય છે. તેમ યોગરૂપ આસ્રવનાં છિદ્રો દ્વારા જીવરૂપી નૌકામાં કર્મનો પ્રવેશ થાય છે, તેથી જીવ સંસારરૂપ સાગરમાં ડૂબી જાય છે.
૬-૩
૬-૩
शुभः पुण्यस्य
શુભઃ પુણ્યસ્ય
શુભઃ પુણ્યસ્ય
શુભયોગ પુણ્યકર્મનો આસ્રવ છે.
Jain Education International
-5
કાય, વચન અને મન પ્રત્યેક યોગના શુભ
બે ભેદ અને અશુભ
છે. આત્માના શુભ ભાવ – અધ્યવસાય-પરિણામથી થતો યોગ શુભયોગ છે, અને અશુભ અધ્યવસાયાદિથી થતો યોગ અશુભયોગ છે. શુભનો આસ્રવ તે પુણ્ય.
અહિંસાદિ વ્રતો, દેવગુરુભક્તિ, દાનાદિ ધર્મો શુભ કાયયોગ છે.
અધ્યાય : ૬ · સૂત્ર : ૨-૩ ૪ ૧૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org