________________
.
.
. .
. . .
અધ્યાય છટ્ટો
માન્ય
ગ્રંથકારે પાંચ અધ્યાય સુધી જીવ અને અજીવ બે તત્ત્વોનું નિરૂપણ કર્યું. હવે આશ્રવનું નિરૂપણ કરે છે. આશ્રવમાં યોગની મુખ્યતા હોવાથી પ્રથમ યોગનું નિરૂપણ કરે છે.
યોગનું સ્વરૂપ થ-વા-મનઃર્મ યોઃ -૧ કાય-વાર્મનકર્મ યોગઃ -૧ કાય-વાગુ-મન-કર્મ યોગઃ - ૧
કાયા, વચન અને મનની ક્રિયા યોગ છે. આ સૂત્રમાં યોગ વિશિષ્ટ પદ્ધતિથી જણાવ્યો છે. યોગ એટલે જીવના વિઆંતરાયકર્મના ક્ષમાપશયાદિથી (વટવાથી) તથા પુદગલોના આલંબનથી આત્મપ્રદેશોમાં થતા કંપન વ્યાપારથી પ્રવર્તમાન થતી આત્મશક્તિ. આ આત્મશક્તિનો ઉપયોગ કરવા પુદ્ગલના આલંબનની જરૂર પડે છે. દરેક સંસારી જીવમાં રહેલી શક્તિનો ઉપયોગ મન, વચન અને કાયાના આલંબનથી થાય છે.
કાયયોગ : ઔદારિકાદિ શરીરવર્ગણાના પુગલોના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે કાયયોગ છે.
વચનયોગ : મતિજ્ઞાનાવરણ, અક્ષરશ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી આંતરિક વાલબ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે વચનવર્ગણાના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે વચનયોગ.
મનોયોગ ઃ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી આંતરિક મનોલબ્ધિ ઉત્પન્ન થતાં મનોવર્ગણાના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ તે મનોયોગ.
કાય, વચન અને મનના આલંબનથી આત્મશક્તિમાં થતો કંપનનો વ્યાપાર તે અનુક્રમે કાયાદિ યોગ છે.
૧૮૨ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org